કાચી કેરી ની ચટણી

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#KR
#RB6
#week6
આ ચટણી આખું વર્ષ આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. હું દર વર્ષે આ ચટણી સ્ટોર કરું છું .આ ચટણી માં કોઈ જ પ્રકારનું પ્રીઝર્વેટીવ ઉમેરવા ની જરૂર નથી તેમજ આ ચટણી માં ડુંગળી લસણ કે એવી બીજી કોઈ વસ્તુ ઉમેરેલી નથી જેથી ફરાળ માં પણ આ ચટણી ઉપયોગ માં લઈ શકાય છે.

કાચી કેરી ની ચટણી

4 કમેન્ટ્સ કરેલ છે

#KR
#RB6
#week6
આ ચટણી આખું વર્ષ આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. હું દર વર્ષે આ ચટણી સ્ટોર કરું છું .આ ચટણી માં કોઈ જ પ્રકારનું પ્રીઝર્વેટીવ ઉમેરવા ની જરૂર નથી તેમજ આ ચટણી માં ડુંગળી લસણ કે એવી બીજી કોઈ વસ્તુ ઉમેરેલી નથી જેથી ફરાળ માં પણ આ ચટણી ઉપયોગ માં લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોકેસર કેરી
  2. ૫૦૦ ગ્રામ ખડી સાકર અથવા કટકી સાકર
  3. ૫૦૦ ગ્રામ ખજૂર
  4. ૨ ચમચીમીઠું અથવા સ્વાદ અનુસાર
  5. ૨ ચમચા લાલ મરચું (પસંદ મુજબ ફેરફાર કરી શકાય)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી લો.

  2. 2

    હવે કુકરમાં કેરી ના કટકા, ઠળિયા કાઢેલો ખજૂર,સાકર નાખી ૧ નાનો ગ્લાસ પાણી ઉમેરી ૨ થી ૩ સીટી વગાડી બાફી લો.

  3. 3

    હવે કુકર ઠંડું પડે એટલે મીકસર માં કે બ્લેન્ડર થી સ્મુથ ચર્ન કરી લો.હવે તેમાં મીઠું અને લાલ મરચું ઉમેરી ફરીથી બ્લેન્ડર થી ચર્ન કરો.તૈયાર છે કેરીની ચટણી.

  4. 4

    આ મીશ્રણ જામ જેટલું ઘટૃ જ રાખી કાચ ની બરણીમાં ભરી સ્ટોર કરવી. આ ચટણી ફ્રીજમાં (ફ્રીઝર માં નહીં) આખું વર્ષ સારી રહે છે. આ ચટણી માં જરૂર મુજબ પાણી ઉમેરી થોડી લીક્વીડ જેવી કરી ઉપયોગ માં લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes