કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#APR
કાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

#APR
કાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-----
500-550 ગ્રામ બનશે
  1. 1 મોટો બાઉલ તોતાપુરી કેરી ના ટુકડા
  2. 1 1/4-- 1 1/2 બાઉલ સમારેલો ગોળ
  3. 2 ટે સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  4. 2 ટે સ્પૂનકાચું જીરું
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    તોતાપુરી કેરી ને ધોઈ ને લૂછી ને,ગોટલી કાઢી
    અને સમારી લેવી.

  2. 2

    મિક્સર જાર માં કેરી ના ટુકડા, ગોળ,કાશ્મીરી લાલ મરચું, આખું કાચું જીરું, 1/2 ગોળ અને મીઠું નાંખી ક્રશ કરવું.

  3. 3

    વધેલો ગોળ નાંખી પાછું ક્રશ કરવું. કેરી અને બધો ગોળ એકરસ થઈ જશે.આ કેરીની ચટણી ને sterlized બોટલ માં ભરી, ફ્રીજ માં સ્ટોર કરવી.

  4. 4

    કેરી ની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes