ડાબલા કેરી નું અથાણું

Juliben Dave
Juliben Dave @julidave

અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣
#APR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB7
વીક ૭

ડાબલા કેરી નું અથાણું

અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣
#APR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB7
વીક ૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદેશી ની કુણી ગોટલી વાળી નાની કેરી
  2. 350-400 ગ્રામઅથાણા નો મસાલો
  3. ૪૦૦ થી ૫૦૦ ગ્રામ તેલ
  4. અથાણા નો મસાલો બનાવવા માટે:
  5. ૧૨૫ ગ્રામ મેથીના કુરિયા
  6. ૧૨૫ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. ૭૦ ગ્રામ મીઠું
  8. 1ચમચો તેલ
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 1/2 ચમચીહિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અથાણાનો મસાલો ઘરે બનાવવા માટે:
    એક પહોળા તાસ માં રાઈના કુરિયા લઇ તેની આજુબાજુ મીઠું મૂકો અને વચ્ચે ખાડો કરી તેમાં હિંગ અને હળદર મૂકો. એક વઘારીયા માં એક ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી તેમાં એક આખું લાલ મરચું ઉમેરી ગેસ બંધ કરી આ તેલ હિંગ ઉપર રેડો અને પછી તેના પર થાળી ઢાંકી દો. ૨ થી ૩ મિનિટ પછી બરાબર મિક્સ કરીને તેમાં કાશ્મીરી લાલ મરચું ભેળવી બધું બરાબર હલાવી લો.

  2. 2

    ગોટલી કડક ના હોય તેવી દેશી કરીને ધોઈને બરાબર પૂરી કરીને પછી તેને ઉપરથી બે કાપા પાડીને સાચવીને વચ્ચેથી ગોટલી કાઢી લો.
    હવે અથાણાં નાં મસાલાને આ કેરી માં છેક અંદર સુધી દબાવીને ભરી લો. આ રીતે બધી જ કેરી માં આ રીતે મસાલો ભરી લો.

  3. 3

    એક કાચની બરણીમાં વધેલો અથાણાનો મસાલો બે ચમચી જેટલો ઉમેરી તેમાં ગરમ કરીને ઠંડું કરેલું તેલ બે કપ જેટલું ઉમેરો પછી તેના ઉપર ભરેલી કેરીને ગોઠવો પછી ફરી તેના ઉપર અથાણાનો મસાલો ભભરાવો ફરી થોડું તેલ ઉમેરો ફરીથી થોડી કેરી ઉમેરો ભરેલી અને ફરીથી અથાણાનો મસાલો અને તેલ ઉમેરો. લગભગ ૮ થી ૧૦ દિવસમાં કેરી સરસ અથાઈ જાય છે પછી ફ્રીજ માં મૂકીને રાખવુ જેથી તેનો કલર આખા વર્ષ સુધી તેવો જ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes