અપ્પમ (Appam Recipe In Gujarati)

Tejal Gohil
Tejal Gohil @tejal22
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો સોજી
  2. 1 વાટકીદહીં
  3. 1 નંગગાજર
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1 વાટકીકોબી
  6. 2 ચમચીઆદુ લીલાં મરચાં અને લસણ ની પેસ્ટ
  7. 1 નંગડુંગળી
  8. 1 ટી સ્પૂનમીઠું
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં સોજી માં દહીં નાખીને મિક્સ કરી લેવું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.અને ૧૫/૨૦ મીનીટ સુધી પલાળી ને
    રાખી દેવું.જેથી સોજી સરસ રીતે ફૂલી જશે. શાકભાજી ને ગ્રેટ કરીને તૈયાર કરી લેવા.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં પહેલા જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને સાંતળી લેવી ત્યારબાદ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવી ૧ મીનીટ સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં ગ્રેટ કરેલા વેજીટેબલ નાખી દેવા

  3. 3

    તૈયાર કરેલા વેજીટેબલ ને સોજી માં નાખી ને મિક્સ કરી લેવું. સોજી ના ભાગનું મીઠું નાખી ને સરસ રીતે મિક્સ કરી લેવું. અને બેટર તૈયાર કરવું

  4. 4

    અપ્પમ ની ટ્રેમા તેલ લગાવી ને તૈયાર કરેલું બેટર નાખી ને ગેસ ઉપર મૂકવું. ઢાંકણ ઢાંકી ને બેક થવા દેવું. ૩/૪ મીનીટ પછી તેની સાઈડ ચેન્જ કરવી.

  5. 5

    ફરી ઢાંકણ ઢાંકી ને બીજી બાજુ બેક થવા દેવું. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેમ સરસ રીતે બેક કરી લેવા એક બાઉલમાં કાઢી લેવા

  6. 6

    સર્વિંગ પ્લેટ માં લઈ કેચપ સાથે સર્વ કરવા. અપ્પમ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.
    તો તૈયાર છે ગરમા ગરમ અપ્પમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Gohil
Tejal Gohil @tejal22
પર

Similar Recipes