વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#LB
#cookpadgujarati
બાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે.

વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

#LB
#cookpadgujarati
બાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપસોજી
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. ૨ ચમચીચોખાનો લોટ
  4. ૧/૨ કપદહીં
  5. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. ૧/૨ કપડુંગળી ઝીણી સમારેલી
  7. ૧/૨ કપકેપ્સીકમ ઝૂમ સમારેલું
  8. ૧/૨ કપગાજર ઝીણું સમારેલું
  9. ૧/૨ કપદૂધી છીણેલી
  10. ૧/૪ કપધાણા સમારેલા
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીમરચું પાઉડર
  13. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ૧ ચમચીતેલ
  16. પાઉચ ઈનો ફ્રુટ સોલ્ટ
  17. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સોજી,ચણાનો લોટ,ચોખાનો લોટ લઈ બરાબર મિક્સ કરી તેમાં દહીં નાખી જરૂર મુજબ પાણી એડ કરી બેટર તૈયાર કરી લેવું અને ૧૦ મિનિટ ઢાંકીને રાખવું.

  2. 2

    હવે બેટરમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ અને બધા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.

  3. 3

    હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી તેલ અને ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર હલાવી લેવું અને અપમ પેનમા તેલ લગાવી ચમચી વડે બેટર નાખી મિડિયમ તાપે ૪-૫ મિનિટ થવા દેવું.નીચે બ્રાઉન થઈ જાય એટલે પલટાવી દેવું. હવે ૨ મિનિટ માં થઈ જશે એટલે ઉતારી લેવું.

  4. 4

    તો લંચબોક્સમાં લઈ જવા માટે હેલ્ધી અને ગરમ એવા વેજ અપમ તૈયાર છે.ચટણી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes