મલ્ટી ગ્રેઇન કુલચા / મિક્સ લોટ ના કુલચા / કુલચા / તવા કુલચા

હેલો ફુડી ફ્રેન્ડ્સ... છોલે કુલચે, મટર કુલચા તો બધા ને બહુ ભવતા હોય છે. કુલચા મોટે ભાગે તો મેંદા ના બનતા હોય છે. પણ આ બધુ ખાવા થી વજન વધવા નો પણ ડર રહે છે. ભાવતું પણ ખાવું છે અને વજન પણ નથી વધવા દેવું તો પછી એક વાર આ કુલચા ટ્રાય કરો. ઘણા લોકો ઘઉં ના પણ કુલચા બનાવતા હોય છે. ઘઉં પણ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ નો સારો સ્ત્રોત છે. પણ તેનો GI Index બહુ વધુ હોય છે. પણ જો તમે આ રીતે કુલચા બનાવશો તો તેમાં જરૂરી પોષણ પણ મળશે અને GI index પણ ઘટી જશે.

રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ને હુંફાળું ગરમ કરો. તેને એક મિક્સઇંગ બાઉલ માં લઇ યીસ્ટ અને ખાંડ ઉમરો અને 5 મિનિટ ઢાંકી દો.
- 2
ત્યાર બાદ બધા લોટ, મીઠું, 1 ચમચી તેલ અને દહીં ઉમરો અને મિક્સ કરો. જરૂર મુજબ દૂધ ઉમેરતા જઈ ને સોફ્ટ કણક તૈયાર કરો. થોડું તેલ લગાવી ઢાંકી ને ગરમ જગ્યા પર 2 કલાક મુકો.
- 3
હવે તૈયાર કણક ને હાથ માં તેલ લગાવી અને મસળી લો. (જો કણક વધુ ઢીલી લાગતી હોય તો ચોખા અથવા ઘઉં નો લોટ ઉમરી શકો)
- 4
હવે તેમાં થી 1 લુવો લઈ ને પાટલા પર થોડો ઘઉં નો લોટ છાંટી ને કુલચા થેપી લો. અજમા અને કાળા તલ ભભરાવી હલકે હાથે દબાવી દો.
- 5
ગરમ તવા ને તેલ અથવા બટર થી ગ્રીસ કરો. તલ વારી સાઈડ ઉપર આવે તે રીતે કુલચા મુકો. આજુ બાજુ થોડું પાણી છાંટી ને ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ પાકવા દો. ત્યાર બાદ ઢાંકણ હટાવી સાઈડ પલટી દો અને 1 કે 2 મિનિટ પાકવા દો.
- 6
તૈયાર કુલચા ને કોટન ના કપડાં માં લપેટી ને રાખી દો. જ્યારે ખાવા હોય ત્યારે તવા પર તેલ અથવા બટર થી બન્ને બાજુ બરાબર શેકી લો. (જો તમારે તરત ખાવા ના હોય તો તે જ વખતે બરાબર શેકી લો.)
- 7
તો આપણા કુલચા નું એક હેલ્ધી વર્ઝન તૈયાર છે. તો હવે તમે તમારું મન ગમતું જમી ને પણ તમારું વજન ઘટાડી શકો અથવા મેઇન્ટેઇન કરી શકો.
- 8
આ કુલચા માં આપણે ગ્લુટેન નો બહુ ઓછો ઉપયોગ કરીએ છે. તો પાટલા પર થી કુલચા ઉપડતી વખતે થોડો શેઈપ બગડે તો ચિંતા નહિ કરવાની અને બને તો નાના જ કુલચા બનવવા જેથી ઉપાડવા સહેલા પડે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)