ઉત્તમપા વીથ કેપ્સીકમ પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીંઅને સોજી નો લોટ મિક્સ કરીને પાંચ મિનિટ સુધી ઢાંકી દો.હવે તૈયાર કરેલ ખીરા માં સમારેલા લીલાં મરચાં, ટામેટાં અને ડુંગરી નાખી પછી તેમાં મીઠું અને કોથમીર નાખી ખીરા ને હલાવી લો. હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી પેન ગરમ થાય એટલે તેલ લગાવીને ખીરું વેડો અને પાંચ મિનિટ સુધી ઢાંકી દો. હવે પીઝા બનાવવાની સામગ્રી તૈયાર કરો...
- 2
હવે પીઝા બનાવવા માટે તૈયાર કરેલ કેપ્સીકમ, ટામેટાં અને ડુંગરી નેઉત્તમપા પર મૂકી ને ઢાંકીયા વગર પાંચ મિનિટ સુધી થવા દો. પછી કોથમીર નાખી ગેસ બંધ કરી દો. ઉત્તમપા વીથ કેપ્સીકમ પીઝા ને ડીશ માં કાઢી ચીઝ ની છીણ અને ચીલી ફ્લેક્સ નાખી સજાવી તેના પર કેપ્સીકમ અને કોથમીર નાખી પીઝા તૈયાર કરો. તૈયાર કરેલા ઉત્તમપા વીથ કેપ્સીકમ પીઝા ને ગરમગરમ પીરસો. અને સાથે સોસ નાખી ખાવા ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9641908










ટિપ્પણીઓ