રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તાંસળામાં મગ, બાજરી અને ચોખા વારાફરતી દરેકને ૫-૭ મિનિટ ગેસ પર શેકી લો, પછી ઠંડુ પડે એટલે બધું મિક્સ કરીને તેને મીક્ષરમાં અથવા ઘરઘંટીમાં કરકરું વાટી લેવું. તો આ રીતે લોટ તૈયાર થશે.
- 2
સૌ પ્રથમ એક તપેલીમાં ૧ કપ ભૈડકુનો લોટ અને તેનાથી ૪ થી પ ગણું પાણી એટલે કે ૪-૫ કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ જાડા તળિયાવાળા ફ્રાયપેન કે તપેલીમાં ૧ ચમચી ઘી તથા ૧ ચમચી તેલ લઈ ગેસ પર ગરમ કરો, ગરમ થાય પછી તેમાં વઘાર માટે અજમો, હિંગ નાખી અજમો તતડે પછી હળદર નાખીને તરત પાણીમાં પલાળી તૈયાર કરેલું લોટનું મિશ્રણ તેમાં ઉમેરો, ગેસની ફ્લેમ હાઈ રાખવી. પછી તેમાં આદુમરચાની પેસ્ટ, મીઠું ઉમેરીને ૧૫ મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો અને પકાવતા રહો. ત્યારબાદ મધ્યમ આંચે ફરી થી ૧૫ મિનિટ પકાવવું. નીચે ચોંટે નહીં એટલે ચમચાથી હલાવવું.
- 4
ઘટ્ટ થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપર ઘી નાખીને ગરમાગરમ સર્વ કરો. આ ભૈડકુ ચોખાની શેકેલી પાપડી સાથે પણ સરસ લાગે છે. જો ઠંડુ ખાવું હોય તો અંદર ઠંડુ દૂધ ઉમેરીને મિક્સ કરીને ખાશો તો પણ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર છે હેલ્ધી રેસિપી ભૈડકુ.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ