ઓરિયો કૂકીઝ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે oreo કૂકીઝ કેક બનાવવાની તૈયારી શરૂ કરીયે. પાંચ વ્યક્તિ માટે ત્રણ પેકેટ ઓરીયો બિસ્કીટ ચાર ચમચી દળેલી ખાંડ. એક ચમચી બેકિંગ પાવડર છ ચમચી ચોકલેટ સોસ. અને સજાવટ માટે શોર્ટ્સ અને જેમ્સ ચોકલેટ..
- 2
ઓરીયો બિસ્કીટ માં વચ્ચેનું ક્રીમ હળવે હાથે કાઢી લેવુ. વધેલા બિસ્કીટ ના ટુકડા કરીને મિક્સરમાં નાખી ક્રશ કરી લો. હવે એ બારીશ ભૂકામાં ખાંડ અને બેકિંગ પાઉડર ઉમેરો્.
- 3
હવે તેમાં 2 કપ દૂધ નાખી ફરીથી ક્રશ કરી લો પાંચ સેકન્ડ સુધી ક્રસ કરો. હવે એક નોનસ્ટિક પેનમાં તળિયા પર નમક નાખી ગરમ થવા મૂકી દો.્
- 4
હવે એક કેક મોલ્ડમાં ઘી વડે ગ્રીસ કરી લો આ તૈયાર કરેલું ઘટ્ટ ખીરુ ઉમેરી દો. તેમાં બબલ્સ ન રહે તે રીતે પેનમાં કાંઠો કે નાની વાટકી મૂકી ઢાંકણ ઢાંકી 30 મિનિટ સુધી ધીમી આંચ પર રાખી દો... 30 મિનિટ પછી છરી વડે ચેક કરો. હવે એ મોલ્ડ બહાર કાઢી તેને ઠંડુ થવા દો..
- 5
ઠંડુ થયા બાદ તેના પર ચોકલેટ સોસ થી ગાર્નીશ કરો ઓરીયો બિસ્કીટ માં વચ્ચે રહેલા ક્રીમથી અલગ અલગ આકાર આપી તમે સજાવટમાં તેનો ઉપયોગ કરી શકો છો. હવે તેના પર જેમ્સ અને શોર્ટ્સ ચોકલેટ થી ગાર્નીશ કરો.. બાળકોની મનપસંદ oreo cookies કેક તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ