શાહી પનીર મિક્સ વેજ પરદા બિરયાની (Shahi Paneer Mix Veg Parda biryani Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia
શેર કરો

ઘટકો

  1. બિરીયાની રાઈસ માટે:-
  2. 1અને ૧/૨ કપ બાસમતી ચોખા
  3. 2-3લવિંગ
  4. 1 ચમચીમીઠું
  5. 1તમાલપત્ર
  6. ૧/૨ કપ લીલા વટાણા
  7. બિરીયાની મસાલા માટે:-
  8. 7-8ફ્લાવર ના ફુલ
  9. 3સ્લાઈસ કેપ્સીકમ સમારેલું
  10. 1બટેટા ની મિડિયમ થીક કપ સ્લાઈસ
  11. 1ડુંગળી ની સ્લાઈસ કટીગ
  12. ૧૫ થી ૨૦ કાજુ
  13. 1નાનો ટુકડો સમારેલું ગાજર
  14. ૧૫૦ ગ્રામ પનીર ના પીસ
  15. (કોઈપણ મનગમતા શાક લઈ શકાય છે)
  16. મેં અહીં લોકડાઉન ના લીધે અવેલેબલ શાક યુઝ કરેલ છે
  17. 5 ચમચીતેલ
  18. 1 ચમચીજીરૂ
  19. 3 ચમચીલાલ મરચું પાવડર
  20. 1 ચમચીહળદર
  21. 1 ચમચીઘાણાજીરુ
  22. 1 ચમચીબિરયાની મસાલા
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. 1 ચમચીકેવડા વોટર
  25. ૧/૨ કપ કેસર વાળું દુધ
  26. ગ્રેવી માટે:-
  27. 2સમારેલી ડુંગળી
  28. 2સમારેલાં ટામેટાં
  29. 1લીલું મરચું
  30. 7-8કળી લસણ
  31. 1નાનો ટુકડો આદુ
  32. 7-8મરી
  33. 2તજ સ્ટીક
  34. 1તમાલપત્ર
  35. 1સુકું લાલ મરચું
  36. 2એલચી
  37. 6-7કાજુ
  38. મીઠું સ્વાદ પ્રમાણે
  39. પરદા માટે:-
  40. 1બાઉલ ઘઉં નો લોટ
  41. 1બાઉલ મેંદો
  42. મીઠું સ્વાદ પ્રમાણે
  43. 1 ચમચીઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  44. 1 ચમચીખાંડ
  45. 1અને ૧/૨ કપ દુધ
  46. 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  47. 1 ચમચીડ્રાય ફુદીના પાવડર
  48. 2-3 ચમચીઘી
  49. ફ્રેશ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરદા માટે એક બાઉલમાં હુંફાળું દૂધ લઈ એક ચમચી ખાંડ અને યીસ્ટ એડ કરી ૧૦ મિનિટ હુંફાળી જગ્યાએ મુકી દો. દુઘ માં બબલ્સ આવી જાય ત્યારબાદ એક બાઉલમાં મેંદો અને ઘઉં નો લોટ ચાળી લેવો તેમાં મીઠું અને દુધ એડ કરી લોટ માં રેડ ચીલી ફ્લેક્સ અને ફુદીના પાવડર એડ કરી ને હાથે થી ૧૦ થી ૧૫ મિનિટ મસળી ને સ્મુઘ કરવો અને એક ઘી થી ગ્રીસ કરેલ બાઉલમાં મુકી કવર કરી હુંફાળી જગ્યાએ મુકી દો. ૧ કલાક માં લોટ ફુલી ને સરસ ડબલ થઇ જશે.

  2. 2

    લોટ ની પ્રોસેસ થાય ત્યાં સુધી ચોખા ૨ થી ૩ વાર વોશ કરી પાણી માં પલાળી રાખો. એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી ગ્રેવી માટે મરી, લવિંગ,તજ, તમાલપત્ર, લાલ સુકું મરચું સાંતળી આદુ, લીલા મરચાં અને લસણ ની અઘકચરી પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળો ત્યારબાદ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટા અને મીઠું ઉમેરી સાંતળો. ટામેટા એકદમ ગળી જાય એટલે ફલેમ ઓફ કરી દો.ઠંડુ પડે એટલે મિકસી જાર માં ક્રશ કરી લેવું. એક મોટા તપેલામાં ૪ થી ૫ ગ્લાસ પાણી માં લીલા વટાણા, મીઠું, લવિંગ, તમાલપત્ર એડ કરી ઉકળે એટલે પલાળેલા ચોખા એડ કરો.

  3. 3

    ચોખા ને ૯૦% જ બોઇલ કરવા ત્યારબાદ એક ચારણી માં કાઢી લેવા. એક પેનમાં થોડું વઘુ તેલ ગરમ કરી તેમાં પહેલા કાજુ, ત્યારબાદ ગાજર, બટેટા, ફ્લાવર તળી લાસ્ટ માં ડુંગળી ની સ્લાઈસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી સાઈડ માં કાઢી લો. હવે ૩ ચમચા તેલ રાખી બીજું તેલ એક બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ તેમાં જીરુ ઉમેરી તૈયાર કરેલ ગ્રેવી, લાલ મરચું પાવડર, હળદર, ઘાણાજીરુ, બિરીયાની મસાલા, ગરમ મસાલો,મીઠું સ્વાદ પ્રમાણે,તળેલા શાક, દહીં, કેપ્સીકમ અને પનીર ઉમેરી સરસ રીતે મિક્સ કરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    પરદા ના લોટ માં પંચ મારી એર કાઢી લેવી અને પ્લેટફોર્મ પર કોરો લોટ ભભરાવી મસળી ને એક મોટો અને એક નાનો રોટલો વણી ને તૈયાર કરો. હવે આપણે બિરિયાની એસેમ્બલ કરીશું જેમાં મોલ્ડ ને ઘી કે બટર થી ગ્રીસ કરી મોટો રોટલો સેટ કરી પહેલાં તળેલી ડુંગળી,કાજુ, ફુદીના ના પાન સેટ કરી ભાત સેટ કરવા તેના ઉપર કેસર વાળું દુધ રેડી બિરિયાની ગ્રેવી પાથરવી તેના ઉપર ફરી ભાત, કેસર વાળું દુધ, કેવળા વોટર એક ચમચી તળેલી ડુંગળી પાથરી ફરી ગ્રેવી નું લેયર કરી ભાત પાથરી લાસ્ટ લેયર કમ્પલીટ કરવું અને નાના રોટલા વડે કવર કરવું.

  5. 5

    હવે પ્રીહિટેડ થીક બોટમ તપેલી કે કુકરમાં (૩ કપ મીઠું પાથરી ઉપર સ્ટેન્ડ મુકવું) મોલ્ડ સેટ કરી પહેલાં ૧૦ મિનિટ મિડિયમ ફલેમ પર અને ત્યારબાદ બાદ ૧૫ મિનિટ સ્લો ફલેમ પર બેક કરવી. ઉપર નું લેયર ક્રિસ્પી થાય એટલે ગેસ ઓફ કરી મોલ્ડ ઠંડું પડે એટલે અનમોલ્ડ કરવું.

  6. 6

    ગરમાગરમ "શાહી પનીર મિક્સ વેજ પરદા બિરિયાની" ઉપર તળેલા કાજુ, ડુંગળી અને ફુદીના નાં પાન થી ગાર્નિશ કરીને કટ કરી દહીં.. પાપડ.. ખાટું અથાણું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (28)

Meera Dave
Meera Dave @Meera259
મેં પણ કાલે પરદા બિરિયાની બનાવી હતી

Similar Recipes