ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)

#CookpadTurns4
#Week1
મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4
#Week1
મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો મિત્રો આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની તૈયારી કરીએ જે માત્ર ૨૦ જ મિનિટમાં બની જાય છે સૌપ્રથમ આપણે ખજૂરમાંથી ઠળિયાને અલગ કરી લેશું ત્યાર પછી એક પેનમાં બે ચમચી ઘી ઉમેરી બધા જ ડ્રાયફ્રુટ ને થોડા શેકી લેશું ત્યારબાદ તેને કટકી કરી લેવી પછી બધા ડ્રાય ફુટ ને બહાર કાઢી લેવા.
- 2
હવે એક પેનમાં ફરી પાછું બે ચમચી ઘી ઉમેરી અને ખજૂરમાંથી ઠળિયા કાઢી અને ઘીમાં સાંતળી લેવા થોડા નરમ પડે પછી તેમાં બે વાટકા દૂધ ઉમેરી ધીમા તાપ ઉપર રાખી અને હલાવતા રહેવું ખજૂર એકદમ નરમ પડી જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 3
ખજૂર અને દૂધ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં બધા ડ્રાય ફુટ એડ કરી દેવા અને થોડું ઠંડુ થવા દેવું ઠંડું થઇ ગયાબાદ તેના લાડુ વાળી અને ટોપરા ના ઝીણા ખમણમાં વરોટી ને બધા જ લાડુને વાળી ને તૈયાર કરી લેવા.
- 4
તો મિત્રો તૈયાર છે આપણા વસાણા સાથે શિયાળાની સિઝનમાં ખાવાલાયક ડ્રાયફ્રુટ ખજૂરના લાડુ જે ખૂબજ શક્તિવર્ધક પૌષ્ટિક અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (4)