ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week13
#Tuver
#cookpad
#cookpadindia

ઉંધીયા બે પ્રકારના બને છે લીલું અને લાલ. આજે મેં લાલ રજવાડી ઉંધિયું બનાવ્યું છે. શિયાળામાં લીલા શાકભાજી મળી રહે છે તેમાંથી ઉંધીયું બહુ જ સરસ બને છે અને ઠંડીમાં ખાવાની પણ મજા પડી જાય છે. આ રીતે તમે ચોક્કસથી એકવાર ઉંધીયું ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બિલકુલ બજાર જેવું જ બનશે.

ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)

#GA4
#Week13
#Tuver
#cookpad
#cookpadindia

ઉંધીયા બે પ્રકારના બને છે લીલું અને લાલ. આજે મેં લાલ રજવાડી ઉંધિયું બનાવ્યું છે. શિયાળામાં લીલા શાકભાજી મળી રહે છે તેમાંથી ઉંધીયું બહુ જ સરસ બને છે અને ઠંડીમાં ખાવાની પણ મજા પડી જાય છે. આ રીતે તમે ચોક્કસથી એકવાર ઉંધીયું ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બિલકુલ બજાર જેવું જ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫-૬
  1. મુઠીયા માટે
  2. ૧/૨ કપબેસન
  3. ૧/૨ઘઉં નો કકરો લોટ
  4. ૧/૨ કપમેથી
  5. ૧ ટેબલસ્પૂનખાંડ
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧ ટી સ્પૂનધાણાજીરું
  8. ૧/૪ ટી સ્પૂનહળદર
  9. ૧ ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ટેબલસ્પૂનતેલ
  12. પાણી જરૂર મુજબ
  13. લીલો મસાલો સ્ટફિંગ માટે
  14. ૨ ટેબલસ્પૂનલીલી તુવેર(કાચી)
  15. ૧ ટેબલસ્પૂનકાચી સીંગ
  16. ૧ ટી સ્પૂનતલ
  17. ૨ ટેબલસ્પૂનકોથમીર
  18. ૧ ટી સ્પૂનખાંડ
  19. ૧ ટી સ્પૂનલીલું લસણ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ઉંધીયા માટે
  22. બટાકું
  23. શક્કરીયું
  24. રતાળું
  25. ૧/૨ કપલીલી તુવેર
  26. ૧૦ રવૈયા
  27. ૧/૨ કપપાપડી
  28. ૧ ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  29. ૧ ટેબલસ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  30. મીડીયમ ડુંગળી
  31. મીડીયમ ટામેટું
  32. ૧ ટી સ્પૂનરાઈ
  33. ૧ ટી સ્પૂનજીરું
  34. ચપટીહીંગ
  35. ૨ ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  36. ૧ ટેબલસ્પૂનલાલ મરચું
  37. ૧ ટેબલસ્પૂનધાણાજીરું
  38. ૧/૨ ટી સ્પૂનહળદર
  39. ૨ ટેબલસ્પૂનઉંધીયું મસાલો
  40. મીઠું સ્વાદાનુસાર
  41. મીડીયમ ટુકડા ગોળ
  42. પાણી જરૂર મુજબ
  43. તેલ તળવા માટે
  44. વઘાર માટે ૬ ટેબલસ્પૂન તેલ
  45. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ લો અને એમાં મેથી સાથે બીજા બધા મસાલા એડ કરો અને થોડું પાણી ઉમેરીને મુઠીયા માટે લોટ બાંધી લો અને ઢાંકીને રેસ્ટ કરવા દો.

  2. 2

    હવે એક મિક્સરમાં ઉપર લીલા મસાલા ના ઘટકોમાં જણાવ્યા મુજબ તુવેરની સાથે તલ, શીંગ, કોથમીર અને બાકીના મસાલા ઉમેર પાણી ઉમેર્યા વગર અધકચરુ પીસી લો.

  3. 3

    બટાકો, રતાળુ અને શક્કરીયા ને બરાબર ધોઈને છોલીને મોટા મોટા ટુકડા કરી લો. લીલી તુવર ને બાફી લો અને વાલોળ ને મોટી-મોટી કાપી લો અને રવૈયા ને વચ્ચેથી કાપા કરી લો.

  4. 4

    મુઠીયા માટે ના લોટ માંથી નાના લુવા લઈને મુઠીયા બનાવી લો. બાફેલી તુવેરને એક બાઉલમાં કાઢી લો.

  5. 5

    હવે એક કડાઈમાં અડધો કપ કે પછી જરૂર પ્રમાણે તળવા માટે તેલ ઉમેરો. સૌપ્રથમ એમાં બટાકા, શક્કરીયા અને રતાળુ ને તળી લો. એના પછી એમાં વાલોળ અને રવૈયા ને તળી લો અને છેલ્લે મુઠીયા ને તળી લો. બધુ મીડીયમ ગેસ પર તળવું.

  6. 6

    હવે તળેલા રવૈયા માં આપણે સ્ટફિંગ માટે જે લીલો મસાલો બનાવ્યો એ ભરી લેવો અને બાકીનો જે વધે એને ઉંધીયું માં પછીથી ઉમેરવા માટે રહેવા દો.

  7. 7

    વધારે તેલ હોય તો કાઢી લો અને બાકીના તેલમાં રાઈ, જીરું, હિંગ ઉમેરો અને પછી સમારેલી ડુંગળી ઉમેરો અને સાથે આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. બરાબર સંતળાઈ જાય પછી એમાં ટામેટા ઉમેરો.

  8. 8

    ટામેટા બરાબર ચડી જાય પછી એમાં મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને ઉંધીયા નો મસાલો ઉમેરો અને એક મિનિટ સાંતળી લો. મસાલો સંતળાઈ જાય પછી એમાં બાફેલી કુલેર, બટાકા, રતાળું, શકકરીયું, પાપડી, રવૈયા અને વધેલો લીલો મસાલો ઉમેરો.

  9. 9

    હવે બધું બરાબર મિક્સ કરી લો. પછી એમાં થોડું પાણી ઉમેરો અને ગોળ અને લીંબુ નો રસ ઉમેરી ને ઢાંકી ને ઊંધિયું ને ૪-૫ મિનીટ માટે ચડવા દો. પછી મુઠીયા ઉમેરી ૧ મિનીટ ચડવા દો.

  10. 10

    ગરમાગરમ ઊંધીયા ને પૂરી સાથે અને સલાડ સાથે સર્વ કરો.

  11. 11

    શિયાળામાં લીલા તાજા શાકભાજી મળી રહે છે તો શિયાળામાં આ ઊંધિયુ ખાવાની બહુ જ મજા આવે છે. આ ઊંધિયુ ગોળ ખટાશ નાંખીને ચટપટો બનાવવામાં આવે છે તેથી એને પૂરી કે રોટલી અને સાથે જલેબી હોય કે ખાવાની મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes