મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#GA4
#Week13
#Mushroom
#મશરૂમ
#cookpadindia
#cookpadgujarati

મશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.

કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામકેન્ડ મશરૂમ
  2. 1/2 વાડકીબાફેલા લીલા વટાણા
  3. 2મોટા સમારેલા કાંદા
  4. 3સમારેલા ટામેટા
  5. 8-10કળી લસણ
  6. 1મોટો ટુકડો આદુ
  7. 15-17 નંગકાજુ
  8. 3-4લીલા મરચા(તીખાશ પ્રમાણે)
  9. 1 ટીસ્પૂનજીરું
  10. 1તેજ પત્તુ
  11. 1ઇલાયચી
  12. 2-3મરી
  13. 2-3લવંગ
  14. 1/2બાદીયુ
  15. 1નાનો ટુકડો તજ
  16. 2 tbspફ્રેશ ક્રીમ
  17. 4 tbspતેલ
  18. 1 tbspબટર
  19. 1 1/2 tbspલાલ મરચું પાઉડર
  20. 1/4 tspહળદર
  21. 1 tbspધાણા જીરું પાઉડર
  22. 1/2 ચમચી ગરમ મસાલો
  23. 1 tspકાંદા લસણ મસાલા
  24. 1- 1/2 tbspપંજાબી ગ્રેવી મસાલો
  25. 1/2 tspકિચન કિંગ મસાલો
  26. 1 tbspકસૂરી મેથી
  27. 2 tbspસમારેલી કોથમીર
  28. મીઠું સ્વાદ પ્રમાણે
  29. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેન માં 1 ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું ફોડો. હવે તેમાં આદુ, લસણ અને કાજુ ઉમેરી મીડીયમ ફ્લેમ પર 2 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં કાંદા, ટામેટા, મરચા ના ટુકડા ને મિક્સ કરી 5-7 મિનિટ સાંતળો. હવે ગેસ બંધ કરી ઠંડુ થવા દો અને ત્યારબાદ મીક્ષી માં પીસી ને પેસ્ટ બનાવી દો.

  2. 2

    હવે એજ પેન માં 3 ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં તેજ પત્તુ, લવંગ, મરી, ઇલાયચી, બાદીયુ, તજ નો ટુકડો ફોડી તેમાં ઉપર તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ને મીડીયમ ફ્લેમ પર 2 -3 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, કાંદા લસણ નો મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને મિક્સ કરો અને ફરી 2-3 મિનિટ સાંતળો. હવે તેમાં પંજાબી ગ્રેવી મસાલો, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરો. હવે તેમાં 3/4 કપ પાણી ઉમેરી ને મિક્સ કરો અને ઢાંકણ ઢાંકી ને 7-8 મિનિટ ચઢવા દો.

  3. 3

    હવે ઢાંકણ ખોલી તેલ છૂટું પડે એટલે તેમાં ફ્રેશ ક્રીમ, બટર અને કસૂરી મેથી ઉમેરી ને મિક્સ કરો. હવે તેમાં કૅન્ડ મશરૂમ નાખી મિક્સ કરી ને ફરી ઢાંકણ ઢાંકી 5-7 મિનિટ મશરૂમ ચઢવા દો. ત્યારબાદ તેમાં બાફેલા લીલા વટાણા અને કોથમીર નાખી મિક્સ કરો અને ફરી 1-2 મિનિટ કૂક થવા દો. (જરૂર લાગે તો ગ્રેવી ની કન્સીસ્ટન્સી પ્રમાણે થોડું પાણી ઉમેરવું).

  4. 4

    લહેજતદાર મશરૂમ મટર મસાલા સબ્જી તૈયાર છે. ગરમા ગરમ પરોઠા, જીરા રાઈસ તથા મસાલા છાશ સાથે સર્વ કરો. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes