રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)

#MA
રોટી સેન્ડવિચ મને ખૂબજ પસંદ છે.સાથે સાથે હેલ્ધી પણ છે.હુ નાની હતી ત્યારે મારા મમ્મી મને આ રીતે સેન્ડવિચ બનાવી ને આપતા કારણ કે અમે નાના ગામડામાં રહેતા તો બ્રેડ મળવી મુશ્કેલ હતી ત્યારે મારા મમ્મી મને રોટલી માં ચટણી લગાડી સલાડ મૂકી બનાવી ને આપતા.અત્યારે થોડા ફેરફાર સાથે હું આ સેન્ડવિચ મારી દીકરી માટે બનાવું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવો અને દસ મિનિટ સુધી રહેવા દો.હવે તેમાં થી થોડી જાડી રોટલી વણી અને શેકી લો.એજ રીતે બધી તૈયાર કરી લો ્
- 2
બધું સલાડ કાપી લો.ચટણી અને મેયોનીઝ મિક્સ કરી ડીપ તૈયાર કરી લો.
- 3
હવે રોટલી લઇ તેમાં બટર અને ચટણી નું ડીપ લગાવી દો.હવે બધું સલાડ ગોઠવો.ચાટ મસાલો અને પેરી પેરી મસાલો છાંટો.ચીઝ છીણી લો.બીજી રોટલી મૂકી એજ રીતે ચટણી અને બટર લગાવી સલાડ મૂકી મસાલો નાખી ચીઝ છીણી લો.હવે ત્રીજી રોટલી માં ચટણી લગાડી તેની ઉપર ઉંધી વાળી દો.તવી ગરમ કરો અને ધીમે તાપે બંને બાજુ શેકી લો.કાપી લો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી રોટી સેન્ડવિચ. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)