તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયાને ધોઈ તેની ફ્કત ઉપરની નસ (નસોડા) જેવી છાલ કાઢી લો.અને જીણા સમારી લો.જરૂરી મીઠું ઉમેરી હાથથી થોડા મસળી લો.
- 2
હવે ગેસ ઓન કરી.એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો.થોડું ગુલાબી થાય પછી જીરૂ ઉમેરો. જીરૂ ગુલાબી થતાં હીંગ અને 0l ચમચી મરચું ઉમેરો.તરત જ સમારેલા તુરીયા ઉમેરી ઢાંકી દો.
- 3
5 મિનિટ પછી હલાવી ધીમા તાપે ચડવા દો.ઢાંકણ પર પાણી રાખી દો જેથી વરાળ થઈ અંદર જતાં શાક સરસ રીતે ચડી જશે. 5 મિનિટ પછી ઢાંકણ પરથી પાણી લઈ લો.(જો વધુ રસાવાળુ શાક ફાવે તો ઢાંકણ નું પાણી થોડું શાકમાં ઉમેરવું.)
- 4
મરચું,હળદર,ધાણાજીરૂ નાખી હલાવી 5 મિનિટ ચડવા દો.પછી ઉતારી લો અને ગરમ જ બાજરીના રોટલા-માખણ સાથે સર્વ કરો.તૈયાર છે પરંપરાગત એવું તુરીયાનું શાક.
- 5
ટીપ્સ :- (વેસ્ટમાંથી બેસ્ટ) તુરીયાની જે છાલ કાઢી હોય તેમાં બેસન,મીઠું, મરચું, હળદર,ખાંડ,લીંબુ ચપટી સોડા અને પાણીથી નરમ કણક બાંધી નાની સાઈઝના બોલ્સ બનાવી તેલમાં તળી લેવા.આ ગોટા સ્ટાટર તરીકે ઉપયોગ કરી શકાય તથા શાકમાં વધુ ગ્રેવી બનાવી તેમાં ઉમેરી શકાય. (તુરીયા-મુઠીયાનુ શાક) એ શાક પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)