તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#EB
#Week6

તુરીયાનું શાક પરંપરાગત રીતે બનાવીએ તો જ તેનો અસ્સલ સ્વાદ માણી શકાય. વાડીઓમાં સામાન્ય રીતે ઝાઝી સગવડ ન હોય લીમીટેડ મસાલા જ હોય છતાં એ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે તુરીયાનું શાકની રેશીપી એ રીતે જ રજુ કરેલ છે તમે પણ એ રીતે બનાવશો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

#EB
#Week6

તુરીયાનું શાક પરંપરાગત રીતે બનાવીએ તો જ તેનો અસ્સલ સ્વાદ માણી શકાય. વાડીઓમાં સામાન્ય રીતે ઝાઝી સગવડ ન હોય લીમીટેડ મસાલા જ હોય છતાં એ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેં આજે તુરીયાનું શાકની રેશીપી એ રીતે જ રજુ કરેલ છે તમે પણ એ રીતે બનાવશો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામતુરીયા જીણા સમારેેલા
  2. 8-10કળી લસણની (જીણા સમારેલા ટુુકડા)0ll ચમચી હળદર
  3. 0ll ચમચી જીરૂ
  4. 0ll ચમચી હળદર
  5. 2 ચમચીમરચું
  6. 2 ચમચીધાણા જીરું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1ll ચમચો તેલ
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુરીયાને ધોઈ તેની ફ્કત ઉપરની નસ (નસોડા) જેવી છાલ કાઢી લો.અને જીણા સમારી લો.જરૂરી મીઠું ઉમેરી હાથથી થોડા મસળી લો.

  2. 2

    હવે ગેસ ઓન કરી.એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો.થોડું ગુલાબી થાય પછી જીરૂ ઉમેરો. જીરૂ ગુલાબી થતાં હીંગ અને 0l ચમચી મરચું ઉમેરો.તરત જ સમારેલા તુરીયા ઉમેરી ઢાંકી દો.

  3. 3

    5 મિનિટ પછી હલાવી ધીમા તાપે ચડવા દો.ઢાંકણ પર પાણી રાખી દો જેથી વરાળ થઈ અંદર જતાં શાક સરસ રીતે ચડી જશે. 5 મિનિટ પછી ઢાંકણ પરથી પાણી લઈ લો.(જો વધુ રસાવાળુ શાક ફાવે તો ઢાંકણ નું પાણી થોડું શાકમાં ઉમેરવું.)

  4. 4

    મરચું,હળદર,ધાણાજીરૂ નાખી હલાવી 5 મિનિટ ચડવા દો.પછી ઉતારી લો અને ગરમ જ બાજરીના રોટલા-માખણ સાથે સર્વ કરો.તૈયાર છે પરંપરાગત એવું તુરીયાનું શાક.

  5. 5

    ટીપ્સ :- (વેસ્ટમાંથી બેસ્ટ) તુરીયાની જે છાલ કાઢી હોય તેમાં બેસન,મીઠું, મરચું, હળદર,ખાંડ,લીંબુ ચપટી સોડા અને પાણીથી નરમ કણક બાંધી નાની સાઈઝના બોલ્સ બનાવી તેલમાં તળી લેવા.આ ગોટા સ્ટાટર તરીકે ઉપયોગ કરી શકાય તથા શાકમાં વધુ ગ્રેવી બનાવી તેમાં ઉમેરી શકાય. (તુરીયા-મુઠીયાનુ શાક) એ શાક પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes