મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. લાલ ચટણી બનાવવાની સામગ્રી ⬇️⬇️
  2. 1 ચમચીતેલ
  3. છથી સાત લીમડા ના પાન
  4. 1/2 ચમચી રાઈ
  5. 7-૮કળી લસણ
  6. 1મિડીયમ સાઈઝ ડુંગળી
  7. 2 tbspદાળિયા ની દાળ
  8. 4 નંગસુકા લાલ મરચા
  9. 2 નંગસુકા લાલ કાશ્મીરી મરચા
  10. આંબલી
  11. 1 ચમચીસૂકા ટોપરા નું છીણ
  12. સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી⬇️⬇️
  13. 500 ગ્રામબટાકા
  14. 1 ચમચીતેલ
  15. 1મિડીયમ સાઈઝ ડુંગળી
  16. 1મિડીયમ સાઈઝ ટમેટું
  17. 1લીલુ મરચું
  18. 1/2 ચમચી હળદર પાઉડર
  19. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  20. 2 ચમચીલીંબુનો રસ
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ખીરું બનાવવા માટેની સામગ્રી ⬇️⬇️
  23. 4 કપચોખા
  24. ૧ કપઅડદ ની દાળ
  25. 1/4 કપચણાની દાળ
  26. 1 ચમચીમેથીદાણા
  27. કોથમીરથી ગાર્નિશિંગ માટે
  28. ૩ ચમચીબટર
  29. 1 ચમચીગન પાઉડર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    ચટણી બનાવવાની પદ્ધતિ ⬇️⬇️
    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીમડાના પાન, રાઈ, લસણ, ડુંગળી, દાળિયા ની દાળ, સૂકા લાલ મરચાં, સૂકા લાલ કાશ્મીરી મરચાં ઉમેરી હલાવો. હવે તેમાં થોડી આંબલી, કોપરાનું છીણ અને થોડું પાણી ઉમેરી પાકવા દો.મિશ્રણ એકદમ ઠંડું પડી જાય એટલે તેને એક મિક્સર જારમાં પીસી લ્યો

  2. 2

    સ્ટફિંગ બનાવવાની પદ્ધતિ ⬇️⬇️
    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, ટામેટાં, અને લીલુ મરચું ઉમેરી બે મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં બાફેલા બટાકા, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને ઉપર બનાવેલ ચટણીના 2 ચમચા મિક્સ કરો. હવે બધા જ મિશ્રણને ચોપર થી ચોપ કરી લો અને ઉપરથી લીંબુ નો રસ અને ધાણાભાજી ભભરાવો

  3. 3

    ઢોસા નું ખીરું બનાવવા માટે ની પદ્ધતિ ⬇️⬇️
    ચોખા, અડદની દાળ, ચણાની દાળ અને મેથી દાણાને સાતથી આઠ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં એકદમ બારીક પીસી લ્યો.

  4. 4

    ઢોસા બનાવવાની પદ્ધતિ ⬇️⬇️
    ફુલ ગેસ ઉપર તવાને ગરમ કરવા મૂકવું હવે તેની ઉપર થોડું તેલ લગાવી કોરા કપડાથી લૂંછી લો અને તેની ઉપર થોડું પાણી છાંટો. હવે ગેસ ધીમો કરી તેની ઉપર ઢોસાનું ખીરું પાથરો. સહેજ પાકી જાય એટલે તેની ઉપર થોડું બટર લગાવો. બટર સ્પ્રેડ થઈ જાય એટલે તેની ઉપર લાલ ચટણી પાથરી દો અને ઢોસો એકદમ ક્રિસ્પી થાય એટલે તેના ત્રણ ફોલ્ડ કરો

  5. 5

    ઢોસા ને નીચે ઉતારી સબ્જી અને લાલ ચટણી સાથે સર્વ કરો. ઉપરથી ગન પાઉડર sprinkle કરો સ્ટફિંગ ને તમે ઢોસા ની અંદર પણ કરી શકો છો મેં અહીં અલગ રાખીને સર્વ કર્યું છે આ ઢોસા ની સાથે સંભાર જરૂર રહેતી નથી

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes