ઉપમા (Upma Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે.
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને સાફ કરી ને કોરો ધીમી આંચ પર 5મીનીટ શેકી લો,પછી અડદ ની દાળ 20મીનીટ પાણી માં પલાળી રાખો.
- 2
હવે ડુંગળી અને ટામેટાને કટ કરી લો,પછી તેમાં મરચું પણ કટ કરી લો,હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો,તેમાં રાઇ નાખો,રાઇ તતડે એટલે અડદ ની દાળ પાણી કાઢી ઉમેરો.
- 3
અડદ ની દાળ ને સાંતળો,અડદ ની દાળ લાલાશ પડતી થાય એટલે ડુંગળી,ટામેટા ઉમેરો,પછી રવો ઉમેરો,રવા 2મીનીટ સાંતળી ને મીઠું ઉમેરો,હવે તેમાં પાણી અને લીંબુનો રસ નાખી હલાવી લો,પછી પાણી બળી જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરો,તૈયાર છે ઉપમા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15613258









ટિપ્પણીઓ