ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS
#cookpadindia
#Cookpadgujarati
ઊંધીયું
રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા બનાવા માટે:
ભાજી ઝીણી સમારીને ધોઇ નીતરી લેવી. બંને લોટ મીક્સ કરી તેમા મુઠી પાડતું મોણ નાખવું.મીઠું,આદું લીલા મરચાં, લીલું લસણ, મરચું,હીંગ,હળદર,લાલ મરચું,ખાંડ નાખી મિક્સ કરવુ.પછી ભાજી ને લોટ મા મિક્સ કરવી.તેમા પાણી બીલકુલ નાંખવાનું નથી.મુઠીયા વળે તેવો લોટ રાખવો.તેલ ગેસ પર ગરમ કરવા મુકવું. મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લેવા - 2
કોથમીરને બારીક સમારી તેમાં આદુ,મરચાં,કોપરું,જીરું,તલ,લસણ, ખાંડ મીઠું,બધું ભેગું કરી મસાલો તૈયાર કરવો
- 3
ઊંધીયું બનાવવા :
રતાળુ,બટાકા,શક્કરિયા છોલી ચોરસ ટૂકડા કરવા.રવૈયા ને કાપી ઉભા ચીરા પાડવા.પાપડી ને ધોઇ થાળી મા કાઢવી
બટાકા,શક્કરિયા,રતાળુ ને તેલ મા તળી લેવુ. રીંગણ મા મસાલો ભરવો અને તેલમાં થોડા ચડવી દેવા
૧ જાડા તળીયા વાળા તાંસળા મા વધેલું તેલ લેવુ તેમા પેલા પાપડી પાથરવી.એના ઉપર મસાલો પછી રીંગણ પાથરવા. ફરી પાપડી અને મસાલો.....
હવે શક્કરિયા,બટાકા,રતાળું ના તળેલા ટૂકડા પાથરવા. એની ઉપર પાપડી
અને ઊંધીયા નો મસાલો પાથરવો. - 4
શરૂઆતમાં ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખી પછી ગેસ ધીમો કરી એના ઉપર ડીશ ઢાંકી એના ઉપર પાણી રાખવું..... ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી મુઠીયા ગોઠવો.... હવે ઢાંકણ ઢાંકી ને થવા દો
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (19)