સ્પીનચ નાચોસ

આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.
#RB4
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.
#RB4
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી ગરમ કરો.એકદમ ગરમ થાય એટલે એમાં સ્વાદમુજબ મીઠું,બેકીંગ સોડા, ઈટાલિયન મિક્સ હબઁ, મરી પાઉડર,મરચાની પેસ્ટ તથા પાલકની પ્યુરી નાંખી તરતજ મકાઈનો લોટ નાંખી હલાવીને ઢાંકી દો.10 મિનિટ પછી એ લોટમાં મેંદો ઉમેરીને લોટને બરાબર મસળો.
- 2
પછી એના એક સરખા લુઆ કરી એને પાતળા રોટલી જેવા ગોળાકાર વણો.પછી એને ત્રિકોણાકાર કાપો.હવે એના ઉપર કાંટાથી કાણાં પાડો.પછી થોડી વાર સૂકાવા દો પછી એને મિડીયમ તાપે સોનેરી રંગના કડક થાય ત્યાં સુધી તળો.
- 3
હવે નાચોસ પર છાંટવા માટે નો
મસાલો બનાવવા એક વાસણમાં ઉપર જણાવેલ મસાલા મિક્સ કરી તળેલા નાચોસ પર ભભરાવીને એને બરાબર હલાવી લો. - 4
આ નાચોસને મેક્સિકન સલાડ અથવા કોઈ પણ ડીપ સાથે પીરસો.મેં અહીં હમ્મસ સાથે (ડીપ) પીરસેલ છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)