ઓરીઓ બિસ્કીટ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીઓ બિસ્કીટ લઈ તેના નાના નાના ટુકડા કરી મિક્સર જાર માં પીસી પાઉડર તૈયાર કરી લૉ, હવે પાઉડર ને એક તપેલી માં કાઢી લૉ,હવે તેમા થોડુ થૉડુ દૂધ એડ કરી બરાબર મિક્સ કરી ખીરુ તૈયાર કરવુ ત્યાર બાદ તેમા ઈનો એડ કરી ફરી થી ૫થી૬ મિનિટ સુધી બરાબર ફીણવુ
- 2
જે બાઉલમાં કે ડબ્બામાં કૅક મુકવાની હોય તેમા ઘી લગાડી, મૅંદૉ ભભરાવી ગ્રીઝ કરવુ, પછી તૈયાર કરેલુ ખીરુ તેમા રેડવું,
- 3
હવૅ એક કુકર લઈ તૅમા મીઠું ભરી તપાવવુ, ત્યાર બાદ તેમા ખીરા વાળૉ ડબ્બો મુકી ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખવો, ૫ મિનિટ પછી ગેસ ધીમો કરવો પછી ૩૦ થી ૪૦ મિનિટ પછી જોવુ કૅક ડબ્બા થી છુટી પડી જાય એટલે થઈ ગઈ કહેવાય, કૂકર ગેસ પરથી ઉતારી ૨૦ મિનિટ સીઝવા દેવુ,૨૦ મિનિટ પછી કૂકર માથી ડબ્બો કાઢી ઊંધું કરી કૅક ડીશ માં કાઢી લેવી, હવે કેક ઉપર જેમ્સ અને ચોકલેટ શોટ મુકીને કેક નૅ સજાવી દેવી
- 4
તો તૈયાર છે ઓરીઓ બિસ્કીટ કેક
Top Search in
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (2)