સ્પાઇસી સેવ (Spicy Sev Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
સ્પાઇસી સેવ (Spicy Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી, તેલ, હિંગ, બેકિંગ સોડા નાખી સફેદ થાય ત્યાં સુધી બ્લેન્ડર ફેરવો. ત્યારબાદ આ ફિણેલા પાણીથી સેવનો લોટ બાંધો.
- 2
હવે કથરોટમાં ચણાના લોટને ચારણીથી ચાળી લો. પછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને ફીણેલુ તેલવાળું પાણી નાખી મિક્સ કરી લોટ બાંધો અને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. પછી સેવ પાડવાના સંચામાં ભરીને તૈયાર કરો.
- 3
હવે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ફુલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી સંચાથી ડાયરેક્ટ ગરમ તેલમાં સેવ પાડો. ત્યારબાદ તરત જ ગેસની આંચ મીડીયમ કરી દો. સેવ લાઇટ બ્રાઉન કલરની થાય તરત ઝારાની મદદથી કાઢી લો. તૈયાર છે સ્વાદિષ્ટ સ્પાઇસી સેવ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મીઠાઇ સાથે સર્વ કરવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441124





ટિપ્પણીઓ (8)