બર્ગર (Burger Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
બર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે.
બર્ગર (Burger Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
બર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી લો.
- 2
તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, લીલા બાફેલા વટાણા, બાફેલાં સ્વીટ કોર્ન મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણ ની ટિક્કી વાળી લો. ટિક્કી ને એર ટાઈટ ડબ્બા કે ઝીપ લોક બેગ માં મૂકી ફ્રિઝર માં 20 મીનીટ માટે મુકી દો.
- 4
હવે ટિક્કી ને ફ્રીઝર માં થી કાઢી લો.
- 5
કોર્ન ફ્લોર માં ચપટી મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી કોનફ્લારની સ્લરી તૈયાર કરો.
- 6
એક પ્લેટમાં બ્રેડ ક્રમ પાથરી લો
- 7
વાળેલી ટિક્કીને પહેલા કોનફ્લોરની સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમમાં બંને તરફ રગદોળી લો
- 8
તને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો
- 9
ટોમેટો કેચઅપ અને મેયોનીઝને બરાબર મિક્સ કરી લો.
- 10
બર્ગર નું બન લઈ તેની ઉપર મેયોનિઝ અને કેચઅપ નું મિશ્રણ સ્પ્રેડ કરો. એક લેટૂસ નું પાન મૂકો. હવે તેની ઉપર ટિક્કી મૂકી ઉપર ચીઝ સ્લાઈસ અને લેટુસ નું લેયર કરો. ઉપર બીજું બન મૂકી ઢાંકી લો.
- 11
તેને તવા પર ગરમ કરી સર્વ કરો.(optional)
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ