ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

#MBR9
#cookpadindia
#cookpadgujrati
#winterspecial
શિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ ડ્રાયફ્રુટ ને કડાઈમાં કોરા શેકી દેવા,મગજતરીના બી ને પણ શેકીને અલગ રાખવા.ડ્રાયફ્રૂટ્સ ઠંડા પડે એટલે પસંદ અનુસાર અધકચરા કરી લેવા અથવા પાઉડર કરી લેવો.ખજૂરને જીણા પીસ કરી લેવા.
- 2
હવે એ જ કડાઈમાં ઘી ગરમ કરી સમારીને તૈયાર કરેલ ખજૂર ઉમેરી પાંચ થી સાત મિનિટ સાંતળી લેવો. ત્યારબાદ ગેસ ધીમો રાખી તેમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ,ટોપરું પાઉડર,અને સૂંઠ પાઉડર ઉમેરી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે એક મોલ્ડમાં / થાળીમાં ઘી થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલ ખજૂર પાક ઉમેરી સેટ કરી દેવો. (અગર બોલ પસંદ હોય તો તે વાળી લેવા અને ટોપરા થી કોટિંગ કરી લેવું.)મોલ્ડ માં સેટ કરેલા ખજૂર પાક ને ઉપરથી ટોપરું ડ્રાયફ્રુટ અને મગજતરીના બી ઉમેરીને સજાવી લેવું.
Made this recipe? Share a Cooksnap!
Let Riddhi Dholakia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)