સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

#LCM2
શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે

રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાયફ્રુટ મગજતરી ચારોળી ને ડ્રાય રોસ્ટ કરી ચીલીકટર થી કટ કરી લેવા
- 2
ખારેક ના બીજ કાઢી તેનો પાઉડર કરી લેવો કમલ કાકડી ને ફોતરાં કાઢી પાઉડર કરી લેવો
- 3
કમળ કાકડી સુંઠ તીખા ઇલાયચી જાવંત્રી નો પાઉડર કરી લેવો અંજીર અને ખજૂર ને સાથેક્રશકરી લેવું
- 4
હવે 1/2 ઘી મૂકી તેમાં બધું ડ્રાયફ્રુટ શેકવું થોડો કલર બદલે એટલે તેમાં શિંગોડા નો લોટ ઉમેરી ને શેકવું પછી તેમાં દૂધ એડ કરવું અને ધીમા તાપે શેકતા રહેવું
- 5
હવે ખાંડ ઉમેરવી અને તે ઓગળે એટલે ખજૂર અંજીર ઉમેરવા ખારેક પાઉડર મિક્સ કરવો કમલ કાકડી નો પાઉડર ઉમેરવો
- 6
હવે કાળા સફેદ મરી સુંઠ ગોખરુ ગંઠોડા મૂસળી પીપર પંજા સાલમ ઇલાયચી બધો પાઉડર ઉમેરી હલાવતા રહેવું
- 7
માવો ઉમેરી બાકી નું ઘી પણ મિક્સ કરવું તાપ ધીમો જ રાખવો હવે બત્રીશું જાવંત્રી જાયફળ પાઉડર પણ ઉમેરવો અને ઘી છુટે ત્યાં સુધી શેકવું
- 8
હવે મિશ્રણ ઘટ થાઈ એટલે તેને ગ્રીસ કરેલી ચોકી માં ઢાળી દેવું ઉપર પીસ્તા ની કતરણ થી સજાવી 5 થી 6 કલાક ઠરવા દેવું પછી કટ કરી ઉપયોગ કરવો
- 9
ઠંડો થયા પછી કટ કરી આ રીતે ઉપયોગ માં લેવો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)