સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)

#US
ઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ અને કાળા તલ ને એક કડાઈ માં શેકી લો. બહુ લાલ નહિ સેકવાના અને કાચા ના લાગે એ પણ જોવાનું. હવે એજ કડાઈ માં ઘી નાખી એમાં ગોળ ને ઉમેરી ને ધીમા તાપે હલાવાનું. પ્લેટફોર્મ પર કે જેમાં ચીક્કી ઢાળવી હોય એ પ્લેટ માં થોડું તેલ લગાવી લેવું જેથી ચીક્કી ચોંટી ન જાય.
- 2
ગોળ ફોરો થઇ જાય એટલે કે ધ્યાન રહે કે પાયો બરોબર થયો છે કે નહિ તે વાટકી માં એક ટીપું લઇ ચેક કરી લેવું.એની પાઇ થઇ જાય ત્યારે બંને તલ ને ધીરે રહીને ઉમેરી બરાબર મિક્સ કરી ને હલાવું. હવે ગેસ બંધ કરી થોડી થોડી માત્રા માં લઇ ને પાતળી ચીક્કી વાણી લેવી અથવા વાટકા વડે દબાવી ને એને ઢાળી લેવી. ધ્યાન રહે એ સૌ ગરમ પણ ના હોય અને ઠંડી પણ ના થવી જોયે બાકી એ વણી નહીં શકાય.
- 3
ચીકી વણાઈ જાય એટલે કાતર કે ચાકુ વડે કાપા પાડી લેવા. સહેજ ઠરે એટલે ચીક્કી ને ડબ્બા માં ભરી લેવી. અગર વાતાવરણ માં જરા પણ ભેજ હશે તો ચીક્કી ચોંટી જશે એટલે એને પ્રોપર મેથડ અને હવામાન જોઈ ને જ બનાવી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)