લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)

#BW
Bye Bye Winter Challange
હવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લો. ત્યાર બાદ લીલા ચણાને ધોઈ લો. ત્યાર બાદ એક વાસણ માં 2 કપ પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળે ત્યારે તેમાં લીલા ચણા, મીઠું અને ખાંડ નાખીને ચણાને બાફી લો. બફાઈ ગયા પછી ચણાની નિતારી લો. (વધેલું પાણી શાકમાં એડ કરવા માટે રાખો)
- 2
હવે લસણ, મીઠું, જીરુ અને 1 ચમચી કાશ્મીરી મરચું મરચું લઈને ખાંડણીમાં વાટી લો. પછી એક બાઉલ માં દહીં,૧ ચમચી લાલ કાશ્મીરી મરચું, હળદર ધાણાજીરું અને મીઠું નાખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ડીશ માં સમારેલા આદુ, મરચાં, ડુંગળી અને ટામેટાં લો.લીલું લસણ અને લીલી ડુંગળી પણ લો.
- 3
હવે કડાઈમાં વઘાર માટે થોડું વધારે તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું તતડાવો પછી તેમાં હિંગ અને બધા ખડા મસાલા નાખો. પછી તેમાં 1 ચમચી ચણાનો લોટ નાખીને ચણાનો લોટ ને ધીમા તાપે શેકી લો.
- 4
પછી તેમાં તૈયાર કરેલી દહીં વાળી પેસ્ટ નાખીને તેને ધીમા તાપે બે ત્રણ મિનિટ માટે કુક કરો પછી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખીને મિક્સ કરો. થોડી લીલી ડુંગળી નાંખી પણ સાંતળી દો.ધીમા તાપે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક કરો.
- 5
પછી તેમાં બાફેલા ચણા અને પાણી (બાફ્યા પછી જે પાણી વધ્યું હોય તે) ઉમેરો જરૂર લાગે તો પછી ચમચા અથવા તો પાંવભાજી મેસર વડે થોડા ચણા ને મેશ કરી લો પછી તેમાં ગોળ, ગરમ મસાલો અને કસૂરી મેથી તેમજ લીલી ડુંગળી અને લીલું લસણ નાખીને મિક્સ કરી દો. હવે શાકને ધીમા તાપે પાંચ મિનિટ માટે કુક કરો. લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 6
તો હવે સર્વ કરવા માટે તૈયાર છે લીલા ચણાનું કાઠીયાવાડી સ્ટાઇલ શાક...
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)