નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)

નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈ હાથેથી બધું સરસ રીતે મસળીને એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરો, જેથી કોફતા અંદરથી એકદમ મુલાયમ બનાય હવે તેમાંથી એક સરખા કોફતા વાળી લો.
- 2
ગરમ તેલમાં ગોલ્ડન કલર ના થાય તે રીતે મધ્યમ તાપે કોફતા તળી લો. બીજી તરફ કોલસાને ગરમ કરવા મૂકી દેવો.
- 3
ગ્રેવી બનાવવા માટે:
સૌપ્રથમ 1 ચમચીતેલ મૂકી બધા ખડા મસાલા કાજુના ટુકડા અને મગજતરી ના બી તેમાં ઉમેરીને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે બધું શેકી લો પછી તેમાં ટામેટા ઉમેરી ટામેટા નરમ પડે ત્યાં સુધી તેને કુક કરો. હવે આ મિશ્રણ ઠંડું પડે એટલે તેની સાથે પલાળેલી બદામ ઉમેરી મિક્સર જારમાં તેની પ્યુરી તૈયાર કરી લો. - 4
તેલ અને બટરને ગરમ મૂકી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરો 4 થી 5 મિનિટ માટે તેને ધીમા તાપે કુક કરી તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી દો ફરી બીજી બે થી ત્રણ મિનિટ માટે તેને ધીમા તાપે કુક કરો. હવે તેમાં દહીંનો મસ્કો અને તાજી મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે કુક કરી લો. એક મરચા નો ટુકડો લઈ તેમાં ગરમ કરેલો કોલસો મૂકી આજુબાજુ કસૂરી મેથી ભભરાવો અને કોલસાની ઉપર ઘી રેડી ઢાંકણું ફિટ બંધ કરી 15 મિનિટ માટે રહેવા દો.
- 5
તૈયાર કોફતાને સર્વિંગ ડીશમાં લઈને ઉપરથી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી, તાજી મલાઈ, કોથમીર અને ચીઝ તથા પનીર છીણી ને ઉમેરી ગાર્નિશ કરો.
- 6
તો તૈયાર છે નવાબી કોફતા કરી સર્વ કરવા માટે જે કોફતા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે આ ઉપરાંત તેની ગ્રેવી પણ એકદમ મુલાયમ હોય છે અહીં મેં નવાબી કોફતા ને રોટી, પુલાવ,છાસ વગેરે સાથે સર્વ કરેલ છે.
- 7
Made this recipe? Share a Cooksnap!
Let Shweta Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (13)