વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)

#week14
#EB
#cookpadindia
#cookpadguj
ગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.
તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રવો, દહીં અને પાણી એડ કરી બરાબર હલાવી લેવું.
- 2
હવે તેમાં આદુ લસણ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ,ખાંડ, છીણેલી દૂધી,ગાજર, ધાણા,મકાઈ,મીઠું,હળદર, ધાણાજીરું,સફેદ તલ, અને મીઠું એડ કરી મિક્સ કરી ૩૦ મિનિટ માટે રેસ્ટ આપવો.
- 3
હવે તેમાં ઈનો અને ગરમ તેલ નાખી હલાવી દેવું.
- 4
એક કડાઈ માં તેલ લઈ રાઈ,જીરું,અજમો,લસણ ની કળી,સૂકા લાલ મરચા, શીંગદાણા,હિંગ,લીમડો બધું એડ કરી તતડે એટલે તેમાં પેલું રવા ના હાંડવો નું બેટર એડ કરી ઉપર થી થોડા સફેદ તેલ નાખી ને ધીમા તાપે ૧૫ મિનિટ ઢાંકણ બંધ કરી થવા દેવો.
- 5
પછી તવેઠા ની મદદ થી પલટાવી દહીં બીજી ૫ મિનિટ થવા દેવું.તો ગરમ ગરમ હાંડવો તૈયાર અને સાથે સર્વ કરવા માટે
કાંદા,અથાણું અને મરચા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)