મહાપ્રસાદ રવા શીરો (Mahaprasad Rava Sheera Recipe In Gujarati)

#ff3
#cookpadindia
#cookpadguj
#mahaprasad
#શ્રાવણ
રવા નો શીરો એક ભારતીય પરંપરાગત મીઠી વાનગી છે. તે ઉત્તર ભારતમાં સુજી હલવા, દક્ષિણ ભારતમાં રવા કેસરી, પશ્ચિમ ભારતમાં રવા શીરા અને યુરોપ અને યુએસએમાં સોજી પુડિંગ જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે.
શીરા સામાન્ય રીતે ગણેશ ચતુર્થી, દિવાળી ,પૂનમ અને નવરાત્રી જેવા ભારતીય તહેવારો દરમિયાન તૈયાર કરવામાં આવે છે. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણ કથા અથવા પૂજા હોય ત્યારે તે દેવતાઓ માટે પ્રસાદ/ભોગ/નૈવેધ જેમ પીરસવામાં આવે છે. શ્રાવણ મહિના માં સત્યનારાયણ કથા નું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દિવસે ક્યાં તો બીજે દિવસે (નવમી) પારણા ના દિવસે બધા આ કથા કરાવતા હોય છે.
જે લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય એ લોકો આ પવિત્ર મહિના માં સત્યનારાયણ કથા પોતાના ઘર માં જરૂર કરાવે છે.આ મહાપ્રસાદ ત્યારે બનાવવામાં આવે છે.
રવા નો શીરો મારા હૃદયની ખૂબ જ નજીક છે અને ભારતીય ભોજનની મારી પ્રિય મીઠી વાનગીઓમાંની એક છે .૨૦ વર્ષ થી દરેક વર્ષે મારા ઘર મા શ્રાવણ મહિના મા સત્યનારાયણ કથા નું આયોજન કરીએ છીએ.અને આ મહાપ્રસાદ મારા ઘરે હું બનાવતી આવી છું.
ભગવાન માટે ની ભક્તિ અને ભાવ થી બનાવેલો મહાપ્રસાદ તે દિવસે સ્વાદિષ્ટ જ બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કડાઈ મા પેહલા રવા ને ધીમી આંચ પર શેકી લેવો.
૫ મિનિટ જેટલો શેકાય એટલે તેમાં ઘી એડ કરવું. - 2
સતત હલાવતા રેહવું જેથી રવો નીચે કડાઈ મા ચોંટી ના જાય.હવે હલકો ગોલ્ડન કલર આવે એટલે તેમાં કિશમિશ એડ કરી ફૂલે એટલે તેમાં ગરમ કરેલું ગાય નું દૂધ ઉમેરવું.
- 3
દૂધ ધીમે ધીમે ઉમેરતા જવું.અને હલાવતા જવું.દૂધ બધું બળી જાય એટલે તેમાં ખાંડ એડ કરવી અને હલાવતા જવું.ખાંડ બધી ઓગળી જાય, ખાંડ નું પાણી બધું બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
- 4
પછી તેમાં ગુલાબજળ અથવા કેળાંનું એસન્સે એડ કરી ને હલાવી ગેસ બંધ કરી દેવો. ઉપર થી વાટેલી ઈલાયચી એડ કરવી.
- 5
સર્વ કરવાની ડીશ માં મહાપ્રસાદ લેવું. ઉપર થી ચારોળી,કાજુ, બદામ, પિસ્તા દાડમ ના દાણા,તુલસી ના પાન અને કેળાં થી ગાર્નિશ કરવું.
- 6
નોંધ : શીરા મા એડ કરવા ગરમ દૂધ નો ઉપયોગ કરવો.
રવા ની જગ્યા પર સુજી પણ વાપરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)