વેજ ચીઝ ફ્રેન્કી
#RB3
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા મેંદા ના લોટ અને ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી રોટલી જેવો બાંધી લેવો.
- 2
ત્યાર પછી બટાકા ને બાફી ને મેશ કરી લેવા અને તાસળા માં તેલ મૂકી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળી લેવી પછી તેમાં લાલ મરચું ટામેટાંની પ્યોરી કેચપ મીઠું ગરમ મસાલો નાખી સતળાઈ જાય એટલે બટાકા નાખી મિક્સ કરી દેવા અને કોથમીરથી નાંખી અને મિક્સ કરી દેવી.
- 3
ત્યાર પછી હવે ગોળ મોટી રોટલી વણી લેવી અને તેને બટર નાંખી આગળ પાછળ કાચી પાકી શેકી એકસાથે બનાવી લેવી.
- 4
હવે બટાકાની માવાની એક આંગળી જેટલી લાંબી પેટીસ કરી અને લોઢીટ માં થોડું તેલ મૂકી આગળ પાછળ સાંતળી લેવી.
- 5
ત્યારબાદ એક રોટલી લઇ તેમાં મેયોનીઝ અને કેચપ નું મિક્સ કરેલું મિશ્રણ લગાડવું અને ત્યારબાદ તેના ઉપર પેટીસ લાઈનમાં મૂકવી પછી તેના પર ઓરી ગાયનો અને ચીલી ફ્લેક્સ છાંટવા અને કોબી ભભરાવી અને ડુંગળી પણ ભભરાવી અને ફાવતું હોય તો વધારે મેયોનીઝ લગાવી શકાય અને વધારે માત્રામાં ચીઝ છીણી ને તૈયાર કરવી અને તેનો રોલ વાળી લેવો તૈયાર છે ટેસ્ટી ફ્રેન્કી.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (6)