વેજ ચીઝ ફ્રેન્કી

Shital Solanki
Shital Solanki @shital_solanki

#RB3
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. રોટલી માટે
  2. ૨૦૦ ગ્રામ મેંદો
  3. ૨૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૨ ચમચીતેલ
  6. પેટીસ સામગી્
  7. ૫૦૦ ગ્રામબટાકા
  8. ૧ ચમચીઆદું લસણ પેસ્ટ
  9. ૨ ચમચીલીલા મરચા પેસ્ટ
  10. ૩/૪ ચમચી ટોમેટો કેચઅપ
  11. ૩/૪ ટામેટા ની પ્યુરી
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧/૨ ચમચીલાલ મરચું
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. 1/2 ચમચી હળદર
  16. કોથમીર
  17. ૧ વાટકીકોબી લાંબી સમારેલી
  18. ૧ વાટકીડુંગળી લાંબી સમારેલી
  19. ચીઝ
  20. ઓરીગેનો
  21. ચીલી ફ્લેક્સ
  22. ૧ વાટકીમેયોનીઝ ક્રીમ
  23. ૧ વાટકીમેગી ટોમેટો કેચઅપ ફ્રેન્કી પર લગાવવા બને મિક્સ કરી લેવૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સો પહેલા મેંદા ના લોટ અને ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી રોટલી જેવો બાંધી લેવો.

  2. 2

    ત્યાર પછી બટાકા ને બાફી ને મેશ કરી લેવા અને તાસળા માં તેલ મૂકી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળી લેવી પછી તેમાં લાલ મરચું ટામેટાંની પ્યોરી કેચપ મીઠું ગરમ મસાલો નાખી સતળાઈ જાય એટલે બટાકા નાખી મિક્સ કરી દેવા અને કોથમીરથી નાંખી અને મિક્સ કરી દેવી.

  3. 3

    ત્યાર પછી હવે ગોળ મોટી રોટલી વણી લેવી અને તેને બટર નાંખી આગળ પાછળ કાચી પાકી શેકી એકસાથે બનાવી લેવી.

  4. 4

    હવે બટાકાની માવાની એક આંગળી જેટલી લાંબી પેટીસ કરી અને લોઢીટ માં થોડું તેલ મૂકી આગળ પાછળ સાંતળી લેવી.

  5. 5

    ત્યારબાદ એક રોટલી લઇ તેમાં મેયોનીઝ અને કેચપ નું મિક્સ કરેલું મિશ્રણ લગાડવું અને ત્યારબાદ તેના ઉપર પેટીસ લાઈનમાં મૂકવી પછી તેના પર ઓરી ગાયનો અને ચીલી ફ્લેક્સ છાંટવા અને કોબી ભભરાવી અને ડુંગળી પણ ભભરાવી અને ફાવતું હોય તો વધારે મેયોનીઝ લગાવી શકાય અને વધારે માત્રામાં ચીઝ છીણી ને તૈયાર કરવી અને તેનો રોલ વાળી લેવો તૈયાર છે ટેસ્ટી ફ્રેન્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes