ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)

મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી
#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક
ચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને કપડાં થી લૂછી કોરા કરી લેવા અને લાંબા સમારી લેવા બટાકા ને ધોઈ અને ચિપ્સની જેમ સમારી લેવા.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા અને બટાકા ને તળી લેવા.
- 3
એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી લસણ નાખી સાંતળી લેવું. ત્યારબાદ તેમાં હળદર નાખી ભીંડા બટાકા નાખી દેવા.
- 4
હવે તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી દેવું અને મીક્સ કરી ઢાંકી ને ૫ / ૭ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દેવું.
- 5
છેલ્લે તેમાં લીંબુનો રસ અને કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી લેવું. Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ