લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM
#CookpadIndia
#CookpadIndiaGujarati
(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ચણા દાળ લો. 3-4 વાર પાણી થી ધોઈ લેવી. હવે એમા ખાવાનો સોડા નાખી 3 કલાક માટે પલળવા દો. પછી પાણી નીતારીને એક સૂકા કપડા પર કલાક માટે સૂકાવા દો.
- 2
બટાકા ની છાલ કાઢી ધોઈ લો. હવે બટાકા ના પતલા ટૂકડા કાપો. વેફર ના સ્લાઇસર (slicer) થી પાતડી સ્લાઇસ કરો.
- 3
સ્લાઇસ તરત પાણી મા નાખો. બધી સ્લાઇસ થઈ જાય પછી 3-4 વાર પાણી મા ધોઈ લો. મોટા ગરણા મા થોડી વાર રાખો. લગભગ બધુ પાણી નીતારી જાઇ પછી સ્લાઇસ ને કોરા કપડા પર સુકાવા દો, લગભગ 45 મિનિટ માટે.
- 4
હવે એક વાટકી મા મીઠું લો અને 1/2 કપ પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો.
તેલ ગરમ કરી લો. હવે એમા થોડી બટાકા ની સ્લાઇસ ઉમેરો. મધ્યમ તાપ પર સતત હલાવો. પરપોટા ઓછા થાય પછી 1 નાની ચમચી મીઠા વાલુ પાણી તેલ મા ધીરજપૂર્વક નાખો. - 5
બટાકા ની સ્લાઇસ ક્રિસ્પ થાઇ ત્યા સુધી તળો. બધી સ્લાઇસ આ રીતે તડી ને એક વાસણ મા કાઠી લો.
એક ગરણી મા સૂકવેલી ચણા ની દાળ ક્રિસ્પ થાય ત્યા સુધી તળો. ક્રિસ્પ બટાકા ની સ્લાઇસ મા ઉમેરી દો. - 6
હવે કાજુ અને કીસમીસ ને પણ ગરમ તેલ મા તળી લો.
- 7
હવે એક પોહડી નાની નોનસ્ટિક મા વઘાર માટે તેલ લો અને ગરમ કરો. તલ તતડે પછી લીલા મરચા અને મીઠા લીમડા ના પાન નાખો. થોડી વાર શેકો.
હવે ખાંડ અને વધેલુ મીઠા વાલુ પાણી નાખો. - 8
હવે એક તાર ની ચાસણી થાય ત્યા સુધી વઘાર ને કૂક કરો. પછી હળદર ઉમેરો અને બરાબર મિક્સ કરો. આ વઘાર બટાકા ની સ્લાઇસ વાળા વાસણ મા ઉમેરો. બરાબર મિક્સ કરી દો.
- 9
તૈયાર છે વડોદરા શહેર નો પ્રખ્યાત લીલો ચેવડો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)