મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)

#MBR2
#ROK
#cookpadindia
#cookpadgujarati
કઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર વટાણા ફ્લાવર ને ઉકળતા ગરમ પાણીમાં મીઠું નાખી પાંચથી દસ મિનિટ ઢાંકી બ્લાંચ કરી લો.દહીંમાં ચણાનો લોટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કઢીનો બેઝ તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ લીલું મરચું ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળી લો. ત્યારબાદ બ્લાન્ચ કરેલા શાકભાજી ઉમેરી એક મિનિટ માટે ચડવા દો. પછી તેમાં આદુની પેસ્ટ,હળદર તૈયાર કરેલ કઢીનો બેઝ ઉમેરી 10 થી 12 મિનિટ ધીમા તાપે ઉકળવા દો કઢી તૈયાર થાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગેસ બંધ કરી દો.
- 3
- 4
હવે એક વઘારીયામાં બે ચમચી ઘી ગરમ કરી તેમાં રાઈ મીઠો લીમડો સૂકા લાલ મરચા, હિંગ અને કાશ્મીરી લાલ મરચા નો વઘાર તૈયાર કરી તૈયાર કરેલ કઢી ઉપર રેડી દો. ત્યારબાદ તેમાં સહેજ ગરમ મસાલો અને કોથમીર છાંટી બરાબર મિક્સ કરી ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)