પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે.
પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ કરેલી ખીચડી ને ધોઈ પલાળી ને હળદર મીઠું અને હિંગ નાખી ને બાફી લેવી.
- 2
લીલું લસણ, લીલા મરચા, પાલક અને મેથી ને ધોઈ ને સમારી લેવા.
- 3
કડાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને સુકુ લાલ મરચું નાખી હિંગ નાખી લીલા મરચાં અને લીલું લસણ નાખી દેવું. ત્યારબાદ તેમાં પાલક અને મેથી નાખી થોડી વાર કુક કરવું.
- 4
હવે તેમાં લાલ મરચું ધાણજીરું અને સહેજ ગરમ મસાલો નાખી બાફેલી ખીચડી નાખી સરખું મિક્સ કરો. જરૂર લાગે તો થોડું મીઠું નાખી દેવું.
- 5
તૈયાર છે ખીચડી. ગરમ ગરમ પીરસવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16746839

ટિપ્પણીઓ (10)