હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)

શિયાળામાં લીલા શાકભાજી ખુબ સરસ આવે છે. પાલકમાંથી આપણે અવનવી ઘણી વસ્તુઓ બનાવતા જ હોઈએ છીએ. અહીંયા મેં નાન ઘઉંનો લોટ અને પાલકને મિક્સ કરીને બનાવી છે. સાથે મેં ગાર્લિક અને કલોંજીની ફ્લેવર આપી છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ગરમ પાણીમાં બ્લાન્ચ કરી અને ઠંડા પાણીમાં રાખી દેવી. હવે તેને મિક્સરમાં ક્રશ કરી લેવી. લસણને ચોપરમાં ચોપ કરવું.
- 2
ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું દહીં ચોપ કરેલું લસણ પાલકની પેસ્ટ કલોંજી બેકિંગ સોડા મોણ નાખી સહેજ ઢીલો લોટ બાંધવો. હવે આ લોટને છ થી સાત કલાક માટે ઢાંકીને સહેજ ગરમ જગ્યાએ મૂકવું એટલે સરસ આથો આવી જાય.
- 3
ત્યારબાદ નાન વણી એક બાજુ પાણી લગાવી પાણીવાળો ભાગ તવી પર પહેલાં મૂકી થોડીવાર કુક કરો. ત્યારબાદ તવીને ઉંધી કરી ગેસની ફ્લેમ પરથી નાન નો આગળ નો ભાગ શેક. તમે રોટીની જેમ પણ તેને શેકી શકો છો. સરખું કોક થાય એટલે તવી પરથી લઈ ઘી ચોપડી દેવું.
- 4
તૈયાર છે હરિયાળી નાન. ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)