બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી અને કોથમીરને ધોઈ તેનું પાણી નિતારીને ઝીણી સમારી લો. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, અજમો, તલ, લાલમરચું પાઉડર, હળદર, હિંગ, મીઠું અને ઘી ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરી લો.
- 2
પછી મેથી, કોથમીર, આદું, મરચા,લસણની પેસ્ટ, ગોળનું પાણી અને દહીં ઉમેરીને મિક્સ કરી લો. જરૂર લાગે તો 1/2 કપ પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી લો. લોટમાંથી એકસરખાં લુવા કરી લો.
- 3
વણતી વખતે તલ છાટી અટામણની મદદથી ઢેબરા વણીને ગોળ ઢાંકણની મદદ થી કટ કરી લો. હવે તેને તવી પર બંને બાજુ ઘી વડે શેકી લો.
- 4
બાજરી મેથીના ઢેબરા પીરસવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817305












ટિપ્પણીઓ (6)