ચટપટા ચાટ બાસ્કેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવી લેવી સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સામગ્રી મિક્સરમાં ક્રશ અને ચટણી તૈયાર કરી લેવી.
- 2
ગળી ચટણી માટે ટામેટાને ધોઈ અને મોટા કટકા કરી લેવા કુકરમાં એક કપ પાણી ગરમ મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં ટામેટા અને ગોળ એડ કરો. કુકરની ત્રણ સીટી વગાડવી. એટલે તેમાં બ્લેન્ડર સ્મુધ કરી લેવું.
- 3
હવે એક ગરણીમાં ગાળી લેવું. ગેસ ઉપર ઉકાળવા મૂકવું. તેમાં મીઠું અને લાલ મરચાં પાઉડર નાખી દેવા. ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. બાફેલા બટાકાની છાલ ઉતારી પીસ કરી લેવા. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી દેવા. મિક્સ કરી લેવું.
- 4
ટામેટા તથા ડુંગળી ચોપ કરી લેવા દાડમના દાણા તૈયાર કરી લેવા.
- 5
હવે ચાટ બાસ્કેટમાં સૌથી પહેલા મસાલેદાર બટાકાના પીસીસ મૂકો. તેની ઉપર થોડું દહીં એડ કરો. હવે તેની ઉપર ટામેટા, ડુંગળી, સેવ (સમાય તેટલા) દાડમ, લીલા ધાણા આ બધું જ મૂકી દો. હવે તૈયાર થયેલ ચાટ બાસ્કેટ ઉપર સ્વાદ મુજબ ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો. ગ્રીન ચટણી ગળી ચટણી તથા મસાલા દહીં સાથે ચાટ બાસ્કેટની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (14)