કળા ના ચોખા નો દૂધપાક

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.જ્યારે આ બનાવવાનું આવે ને હું મમ્મી ને ફોન કરું અને રેસિપી પૂછું ક્યારે ખાંડ અને ક્યારે ચોખા નાખવાના એ ભૂલી જવાય.અનાવિલ માં આ દ્દુધપાક દિવાસા અને કાળી ચૌદશ ના દિવસ એ અચૂક બને. આ કળા ના ચોખા લાલ કલર ના આવે જેના થી દૂધપાક માં બહુ સરસ કલર આવે છે અને ટેસ્ટ માં પણ બહુ સરસ લાગે છે.
#ભાત
#goldenapron3
Week 10
#Rice

કળા ના ચોખા નો દૂધપાક

આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.જ્યારે આ બનાવવાનું આવે ને હું મમ્મી ને ફોન કરું અને રેસિપી પૂછું ક્યારે ખાંડ અને ક્યારે ચોખા નાખવાના એ ભૂલી જવાય.અનાવિલ માં આ દ્દુધપાક દિવાસા અને કાળી ચૌદશ ના દિવસ એ અચૂક બને. આ કળા ના ચોખા લાલ કલર ના આવે જેના થી દૂધપાક માં બહુ સરસ કલર આવે છે અને ટેસ્ટ માં પણ બહુ સરસ લાગે છે.
#ભાત
#goldenapron3
Week 10
#Rice

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. 2લવિંગ
  3. 2 ટીસ્પૂનકળા ના ચોખા
  4. ૧/૨ ટીસ્પૂન ઘી
  5. 7-8રેસા કેસર ના
  6. 3 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કળા ના ચોખા ને બરાબર ધોઈ લેવા અને એમાં થી પાણી કાઢી એમાં ૧/૨ ટીસ્પૂન ઘી નાખી સાઇડ પર મૂકી દેવું.

  2. 2

    હવે એક તપેલી માં દૂધ લઈ એમાં લવિંગ નાખી ઉકાળવા મુકીશું. લવિંગ નાખવા થી દૂધપાક નો કલર સરસ આવે છે.દૂધ માં સતત હલાવતા રહેવું.દૂધ નીચે ચોટવું ના જોઈએ.

  3. 3

    હવે દૂધ નો એક ઉકડો પડે એટલે એમાં ધોયેલા ચોખા નાખી ઉકાળવું. ૧૦ થી ૧૨ મિનિટ ધીમી આંચ પર ઉકાળવું. પછી ચોખા ચડ્યા કે નઈ એ ચેક કરી લેવું.

  4. 4

    ચોખા ચડી જાય પછી એમાં ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ગેસ બંધ કરી દૂધ થોડું ઠંડુ પડે એટલે છેલ્લે એમાં કેસર નાખવું. હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝ માં ઠંડુ કરવા માટે મૂકવું. ૪ થી ૫ કલાક પછી ઠંડુ થાય પછી સર્વ કરવું. એમાં ઉપર કાજુ બદામ નાખી સર્વ કરવું મને તો નથી ભાવતા એટલે મે નાખ્યા નથી પણ તમે નાખી શકો.

  5. 5

    અહી બીજા ફોટોઝ મૂકી છું જેથી તમને ખ્યાલ આવે કે દૂધપાક નજીક થી કેવો દેખાય છે.સરસ આછો ગુલાબી કલર આવી ગયો હશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
Wah Mast. My favourite. It will in my list for this on going Recipes of chokha/Bhat

Similar Recipes