દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
દૂધપાક એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.દૂધમા ચોખા ને રાંધી ને બનાવાય છે.તેને ચિલ્ડ કરી ખાવાની ખૂબ મજા આવે છે.
#AM2
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.દૂધમા ચોખા ને રાંધી ને બનાવાય છે.તેને ચિલ્ડ કરી ખાવાની ખૂબ મજા આવે છે.
#AM2
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને એક કલાક પલાળી રાખો.દૂધને ઉકાળો.એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.પલાળેલા ચોખા નું પાણી કાઢી લો.કેસર ને ગરમ દૂધ માં પલાળી લો.
- 2
ચોખા માં ઘી નાખી હલાવી લો.તેને ઉકળતા દૂધમાં ઉમેરી હલાવી લો.ધીમી આંચ પર પકાવો.ચોખા દૂધ માં ચડી જાય એટલે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ નાખી હલાવી લો. તેમાં બદામની કતરણ ઈલાયચી પાઉડર અને ચારોળી ઉમેરી હલાવી લો.
- 3
તેને થોડીવાર ચડવા દો.પછી ફ્રીજ માં ઠંડું થવા દો.ઉપર બદામની કતરણ અને આખી બદામ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપીસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : દૂધપાકશ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે. Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાદ્ધ માં દૂધપાક બધા ને ત્યાં બનતો જ હોય છે ને એને બનાવવામાં ખૂબ સમય લાગે છે , પણ આજે આપણે દૂધપાક કુકર માં બનાવીશું એ પણ ફક્ત 5 મિનિટ માં ... તમે પણ ટ્રાય કરી ને ફોટો કમેન્ટ માં મૂકી જણાવજો 🙏https://youtu.be/nHWPNvP0bsQ Manisha Kanzariya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
દૂધપાક.(Doodhpak Recipe in Gujarati)
#mrPost 2 દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ક્રિમી અને ઘટ્ટ દૂધપાક બનાવો.કૂકર માં ઓછી મહેનત અને ઓછા સમયમાં દૂધપાક બનાવો.મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી દૂધપાક બને છે જે ખાવા ની ખૂબ મજા આવશે.જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
દૂધપાક-લાલ કડાના ચોખાનો (Doodhpak-red rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૩#દૂધપાક-લાલ કડાના ચોખાનોશ્રાદ્ધમાં તેમજ દિવાસાના તહેવાર પર દૂધપાક બનાવવામાં છે. દૂધપાક બધા અલગ અલગ ચોખાનો ઉપયોગ કરી બનાવે છે. પણ મને તો આ કડાના લાલ ચોખાનો દૂધપાક જ વધારે ભાવે છે અને એમાં સફેદ ચોખા કરતા #ફાઈબર અને #પ્રોટીનનુ પ્રમાણ વધારે છે. જે હેલ્થની દૃષ્ટિએ પણ ઘણું ઉપયોગી છે.એટલે આ #ભાત/#ચોખા કોન્ટેસ્ટ માટે આજે બનાવી નાખ્યો. Urmi Desai -
-
-
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)
#MDC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# મધર ડે ચેલેન્જમાની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે Ramaben Joshi -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#CF ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Nita Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrPost 7દૂઘપાકDOODHPAK Jo Mil Jaye Toooo To Ye Lagta Hai.....Ke Jahan Mil Gaya.... Ke Jahan Mil GayaEk Bhatke Huye Rahikoooo Carvan Mil Gayaaaaa....... થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે Ketki Dave -
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
દૂધ પાક (Doodhpak recipe in Gujarati)
#સાઈડકોઈ મહેમાન આવે અને ઠંડી જેવી મોસમ હોય ત્યારે દૂધપાક પૂરી બનાવી એ તો ખાવા ની ખૂબજ આવે છે મારા ઘરે અવાર-નવાર બને છે અને મારા બાળકોને દૂધપાક ખૂબ જ ભાવે છે. Komal Batavia -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
દૂધપાક
#mr#doodhpak#દૂધપાક#cookpadindia#cookpadgujaratiભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે. ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે. એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે. મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે. હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક Hemisha Nathvani Vithlani -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક
#ટ્રેડિશનલ દૂધપાક એ પારંપરિક ગુજરાતી મિશ્ટાન છે કેટલાક જમણમાં આ વાનગીનો સમાવેશ કરવામાં આવે છે. Bijal Thaker -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849127
ટિપ્પણીઓ (6)