બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામ ગ્રામ નાની બટેટી
  2. 2 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીધાણાજીરું પાઉડર
  4. પંદર-વીસ લસણની કળી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 ચમચીતેલ
  7. અડધો ગ્લાસ પાણી
  8. 1બાઉલ મમરા
  9. અડધો બાઉલ મિક્સ ચવાણું
  10. 2કાંદા
  11. 1ટમેટુ
  12. 1 વાટકીખજૂર આમલીની ચટણી
  13. સ્વાદ અનુસારનમક
  14. 1 ચમચીખાંડ
  15. 1 વાટકીદાડમના દાણા
  16. થોડાસીંગદાણા
  17. 1/2વાટકી સેવ
  18. થોડી કોથમીર
  19. 1લીંબુ
  20. 1ટમેટુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે કુકરમાં પાણી મૂકી બધી બટેટી બે વિસલ કરી બાફી લઇશું વધારે ના બફાઈ જાય તેનું ધ્યાન રાખવું

  2. 2

    હવે એક મિક્સર જારમાં લસણની કળી લાલ મરચું પાઉડર જીરુ પાઉડર અને મીઠું તેમજ લીંબુ ઉમેરી બરાબર પેસ્ટ તૈયાર કરશો તેમાં પાણી ઉમેરવું નહીં

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં બધી જ બટેટી તેલમાં સાંતળી લેવી ગુલાબી રંગની થઈ જાય એટલે બહાર કાઢી લેવી ત્યારબાદ એ જ તેલમાં ચપટી હિંગ નાખી મરચા ની પેસ્ટ ઉમેરવી તેને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લેવી તેલ છૂટું પડવા લાગે એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરવું ત્યારબાદ એક મિનિટ પછી બધા જ બટેટા તેમાં ઉમેરવા તને બરાબર મિક્સ કરી લેવું ઉપરથી કોથમીર એડ કરવી બટાકા ની સાથે ભૂંગળા તળી લેવા

  4. 4

    હવે આપણે એક વાસણમાં મમરા મિક્સ ચવાણું મીઠું ખાંડ લીંબુ ટમેટૂ કાંદા લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર સેવ સીંગદાણા બધું મિક્સ કરી ઉપરથી દાડમના દાણા થી ગાર્નીશ કરીશું તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરીશું તો તૈયાર છે મુરમુરી ભેળ

  5. 5

    તો આપણે ડીશ બટાકા ભૂંગળા અને મુરમુરી ભેળ તૈયાર છે ચાલો સર્વ કરીએ તમે પણ જરૂરથી બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Similar Recipes