રીંગણનો ઓરો

અમારા ઘરમાં રીંગણનો ઓરો બધાને બહુ જ ભાવે છે . મને રીંગણનું શાક ના ભાવે પણ રીંગણનો ઓરો બહુ જ ભાવે . અમે લોકો લગભગ ડિસેમ્બરમાં ઈન્ડિયા હોઈએ જ . ત્યારે શિયાળાની સિઝન હોય એટલે અમારા ગામડે વાડીના રીંગણ ના ઓરા અને વાડીનો બાજરો અને જુવાર ના ગરમ ગરમ રોટલા ખાવાની બહુ જ મજા આવે . રોટલો ઠંડો પણ ખાવાની મજા આવે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈ તેમાં કાપા કરી તેલ લગાવી અને લોઢીમાં શેકી લેવા
- 2
હું ગેસ ઉપર લોઢી રાખી અને રીંગણ શેકું છું એનાથી ગેસ નું બર્નર ખરાબ થતું નથી. રીંગણ શેકાઈ જાય પછી થોડીવાર માટે ઠંડા થવા દેવા ત્યારબાદ તેમાંથી છાલ કાઢી રીંગણને સ્મેશ કરી લેવા.
- 3
ઓરો બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 4
કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકવા ગરમ થાય એટલે તેમાં રાય મેથી હિંગ શુકુલાલ મરચું નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખી સાતળી લેવી.
- 5
- 6
ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં લસણ નાખી સાંતળી લેવું. હવે તેમાં થોડી હળદર નાખી સમારેલા ટમેટા અને લીલા મરચાં નાખી મિક્સ કરી લેવું.
- 7
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાઉડર ધાણાજીરું નાખી મિક્સ કરી ટમેટાને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવા ત્યારબાદ તેમાં સ્મેશ કરેલો ઓરો નાખી મિક્સ કરી લેવું.
- 8
ઓરા ને પાંચ થી સાત મિનિટ માટે ધીમા તાપે થવા દેવો.
- 9
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ઓરો સર્વ કરવો.
તો તૈયાર છે
રીંગણનો ઓરો - 10
મેં રીંગણના ઓરા ને ગરમ ગરમ જુવારના રોટલા, ગોળ, ઘી અને મસાલા છાશ સાથે સર્વ કર્યો છે.
આજે લંચમા કાઠિયાવાડી ડીશ બનાવી હતી.
ટીપ્સ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ