રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી ને મેશ કરી લો હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને હલાવી લો મીઠા લીમડાના પાન નાખી દો
- 2
હવે તેમાં બાફેલા બટાકા નાખી દો પછી તેમાં મીઠું અને હળદર, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો પછી ઠંડા થવા દો પછી તેના નાના ગોળા વાળી લો
- 3
હવે બાઉલમાં બેસણ લઇ તેમાં મીઠું મરચું હળદર હીંગ અને ખાવા નો સોડા અને પાણી નાખી ખીરું તૈયાર કરો હવે ખીરા માં વડા બોરી વડા તૈયાર કરો
- 4
હવે ચટણી ની સામગ્રી ને કોરી શેકી લો પછી મિક્સર માં ક્રશ કરી લો
- 5
હવે પાઉં ને વચ્ચે થી કટ કરી લો પછી તેમાં ચટણી લગાડી લો પછી તેમાં વડા મૂકો અને તળેલા મરચા મૂકી દો અને સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11087862














ટિપ્પણીઓ