સાબુદાણા બટેટાની સુકીભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈને તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખી અને ૩ થી ૪ કલાક પલાળી દો
- 2
બટેટા ને એક કૂકરમાં બાફી લો પછી તેના મિડિયમ સાઈઝના કટ કરી લો પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ સાતડીને પછી તેમાં સાબુદાણા નાંખી દો સાબુદાણાને પાંચથી દસ મિનિટ સુધી ચઢવા દો
- 3
સાબુદાણા ચડે જાય એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ખાંડ લીંબુ ગરમ મસાલો મરી પાવડર આ બધું નાખીને એકસરખું મિક્સ કરેલો અને પાંચ મિનિટ ચડવા દો સરખું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં માંડવી નો ભૂકો નાખો અને ફરી પાછું તેને પાંચ મિનિટ ચડવા દો અને પછી તેમાં કોથમીર નાખી દો અને હલાવી લો
- 4
આ બધું બરાબર ને કરી અને હલાવી લો તૈયાર છે તમારી મસ્ત મજાની સાબુદાણા બટેટાની સુકી ભાજી તેને દહીં સાથે ખાવાની બહુ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11943289











ટિપ્પણીઓ