રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 450 ગ્રામમેંદો
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 3-3 ચમચીશુદ્ધ ઘી અથવા બટર
  4. 1અને 1/2 કપ દૂધ
  5. 1 ચમચીડ્રાય યીસ્ટ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીઘી મોલ્ડ ને ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં હુંફાળું દૂધ લઈ યીસ્ટ અને ખાંડ ઉમેરી થોડીવાર હલાવી ને ૧૦ મિનિટ સુધી સાઈડ માં મૂકી દો. ત્યારબાદ એક બાઉલમાં મેંદો, મીઠું ઉમેરી ફર્મેન્ટેશન થયેલું દૂધ એડ કરી રોટલી જેવો લોટ બાંઘવો (જરૂર પડે તો જ ગરમ પાણી ઉમેરવું ‌)

  2. 2

    ત્યારબાદ સ્વચ્છ પ્લેટફોર્મ પર ૨ ચમચી ઘી રેડી લોટ ને હાથે થી ખુબ જ મસળવો. થોડું ઘી વઘુ એડ કરતાં જઈ લોટ એહાથ માં ચોંટે નહીં એ રીતે સ્મુઘ બનાવી એક ઊંડા બાઉલમાં કાઢી પ્લાસ્ટિક થી કવર કરી લઈ લોટ ડબલ ના થાય ત્યાં સુધી ગરમ જગ્યાએ મુકી દો.

  3. 3

    ફરમેન્ટ થયેલા લોટ ને પંચ મારી એર કાઢી લો અને પ્લેટફોર્મ પર કોરો લોટ ભભરાવી ૫ મિનિટ મસળી એકસરખા ખુલ્લા બનાવી ઘી થી ગ્રીસ કરેલા મોલ્ડ માં મુકી ડબલ થાય ત્યાં સુધી ગરમ જગ્યાએ મુકી દો.

  4. 4

    એક મોટા તપેલામાં તળિયે મીઠું પાથરી ૧૫ મિનિટ ગરમ કરી એક સ્ટેન્ડ પર મોલ્ડ મુકી દુઘ અને ઘી મિક્સ કરી બ્રેડ ઉપર લગાવી મિડિયમ ટુ હાઈ ફલેમ પર બ્રેડ પર બ્રસિગ કરી બેક કરો. ગરમાગરમ બ્રેડ ભાજી, વડાપાઉં બનાવી ને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes