આલુ મટર સેન્ડવીચ
#goldanapron3 #week12#Sendwich
#કાંદાલસણ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણા ને ધોઈ ને કુકર માં બાફી લો. ત્યારબાદ એક પેન ગેસ પર મૂકી તેમાં તેલ અને રાય જીરું હિંગ નાખીને વઘાર મૂકીને પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી ધીમા તાપે સાંતળો તે સતળાય ત્યાં સુધી માં બટેટા ની છાલ ઉતારી લો અને વટાણા ને એક ચારણીમાં નીતારી લો અને ટમેટા સમારી લો...
- 2
આદું મરચાં સતળાય જાય પછી તેમાં ટમેટા નાખીને બરાબર હલાવી ને થોડીવાર ધીમે તાપે ચડવા દો ત્યાં સુધી માં બટેટા અને વટાણા ને મેસ કરી લો પછી ટમેટા ચડી જાય પછી તેમાં ઉપર પ્રમાણે નો બધો મસાલો નાખી ને થોડી વાર ચડવા દો...
- 3
મસાલો બરાબર મિક્સ થાય પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નો મેસ કરેલ માવો ઉમેરો પછી તેમાં લીંબુનો રસ ઉમેરી ને હલાવવાનું પછી થોડીવાર ધીમે તાપે ચડવા દો.. પછી તેમાં થોડી કોથમરી છાંટી દો...
- 4
ત્યારબાદ ચાર પીસ બ્રેડ લેવા તેમા અમૂલ બટર લગાવી લો પછી તેમાં મસાલો ભરી ને સેન્ડવીચ મેકર માં શેકવા માટે મુકી દો.....
- 5
સેન્ડવીચ શેકાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો પછી તેને ખજુર ની ચટણી અને લીલી ચટણી અને સોસ સાથે ગાર્નિશ કરો.... તો લો તૈયાર છે કાં દા લસણ વગર ની સેન્ડવીચ તૈયાર....
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ