રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધીમી આંચ પર દૂધ ઉકળવા મુકો. ઉકડી જાય ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ ઉમેરો. જરૂરિયાત મુજબના ફળ લો. તેના ઝીણા ઝીણા ટુકડા કરો.
- 2
એક વાટકામાં થોડું ગરમ દૂધ લો. તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરો. સારી રીતે હલાવીને તેમને ઉકળતા દૂધમાં ઉમેરો.. હવે ધીમી આંચ પર ઉકળવા દો જેથી દૂધ ઘટ્ટ થશે. હવે ગેસ બંધ કરી દૂધને ઠંડુ થવા દો. ફ્રીજ માં પણ મૂકી શકાય.
- 3
ત્યાર બાદ તે ઠંડા દૂધમાં ફ્રુટના ના ટુકડા ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. તમે તેમાં ખાવાનો પીળો કલર પણ ઉમેરી શકો. હવે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. બાળકો અને વડીલો સૌની પસંદ નુ ફ્રુટ સલાડ તૈયાર છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12226572













ટિપ્પણીઓ