ભીંડા મસાલા

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. 1કાંદો
  3. 1ટામેટું
  4. 5કળી લસણ
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 5 ચમચીતેલ
  7. 2 ચમચીચણા નો લોટ
  8. 2 ચમચીલાલ મરચું
  9. ૧_૧/૨ મીઠું
  10. 1 ચમચીસબ્જી મસાલો
  11. 1 ચમચીકિચન કિંગ મસાલો
  12. 2 ચમચીમોડું દહી
  13. 1 ચમચીમલાઈ
  14. લીલા ધાણા લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈ ને બન્ને બાજુ થી ડિચ સમારી બે ભાગ કરી સમારી લો. પછી એમાં મીઠું, મરચુ અને ચણાનો લોટ એક ચમચી નાખી ૫ મિનિટ રહેવા દો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં ભીંડા ને ૫ મિનિટ માટે ધીમા તાપે તળી લો. પછી કાઢી લ્યો. હવે કાંદા લસણ ની પેસ્ટ બનાવી લો. ટામેટાં ને પણ ક્રશ કરી દો. હવે ભીંડા તળેલા એજ કઢાઈ માં જીરું નો વઘાર કરો. એમાં કાંદા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાતડો પછી એમાં ટામેટાં ની પેસ્ટ અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી થવા દો. હવે બધા મસાલા કરી દો. મિક્સ કરી દહી ઉમેરી થોડું પાણી ઉમેરી બરાબર થવા દો.

  3. 3

    હવે એમાં ભીંડા ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દેવું. પછી તેલ અલગ પડે એટલે એમાં મલાઈ ઉમેરી લીલા ધાણા લસણ નાખી મિક્સ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes