લાપસી (Lapsi Recipe In Gujarati)

ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવારે ફાડા લાપસી બને જ છે. આજે જે રેસિપી શેર કરવા જઈ રહી છુ તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે.લાપસી મેં કુકરમાં બનાવી છે.
મારી મમ્મી અને સાસુમા બંને અમારી માટે બનાવતાં.ઘરમાં નાના મોટાં સૌને ખૂબ ભાવે છે એટલે મેં પણ આજે લાપસી બનાવી લીધી.😊❤❤

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરવાં મુકો.હવે લાપસી નાં ફાડા ઉમેરી મીક્ષ કરો.હવે ઇલાયચી ઉમેરી ફાડાનો થોડો કલર બદલાય ત્યાં સુધી અથવા 8-10 મિનિટ શેકો.હવે ગરમ કરેલું પાણી ધીરે ધીરે ઉમેરી દો અને ઉકળવા દો.
- 2
થોડું પાણી રહે પછી ખાંડ ઉમેરી મીક્ષ કરી લો.હવે કુકર નું ઢાંકણ બંધ કરી 3-4 સીટી વગાડી 5 મિનિટ ગેસ સ્લો કરી બંધ કરી દેવું.ત્યાં સુધી ડ્રાય ફ્રુટ સમારી લેવાં.
- 3
હવે કુકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલી હલાવી લેવું.બધાં ડ્રાય ફ્રુટ ઉમેરી મીક્ષ કરી 5 મિનિટ ફરી ઢાંકી દો.સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ભભરાવી સર્વ કરો.તૈયાર છે નાના મોટાં સૌને ભાવે એવી સ્વાદિષ્ટ લાપસી.❤😋😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)